Om Bla Bla
Om Bla Bla

વેજીટેબલ રાયતું રેસીપી

VEGITABLE-RAITU
All

How to make વેજીટેબલ રાયતું ?

વેજિટેબલ રાયતું ભાત, પુલાવ અને ખીચડી જોડે રાયતું ખાવાની બહુ મજા આવે. વળી કોઈ મહેમાન આવ્યું તો જમવા માં સાઈડ ડીશ તરીકે પણ રાયતું બનાવ્યું હોય તો બહુ જ સરસ લાગે. વળી રાયતું બનાવા માટે બહુ મેહનત પણ નથી કરવી પડતી. ફટાફટ બની જાય. આજે અહીંયા હું એક એવું જ રાયતું લાવી છું એ છે વેજિટેબલે રાયતું. મોટાભાગે રેસ્ટોરન્ટ માં આ રાયતું વધારે સર્વ કરવા માં આવે છે. અને બધા ને ભાવતું પણ હોય છે. તો તમે પણ જાણી લો આ વેજિટેબલ રાયતું બનાવાની રીત અને આજે જ ઘરે બનાવો.
Preparation Time: ૧૦ મિનિટ
Serve:

Ingredients for વેજીટેબલ રાયતું રેસીપી

# Ingredients
1. ૧ નાની ડુંગળી, સમારેલી
2. ૧ કાકડી, સમારેલી
3. ૧ નાનું ટમેટું, સમારેલું
4. ૧ કપ દહીં
5. ૧/૨ ચમચી શેકેલું જીરું, અધકચરું વાટેલું
6. ૧ લીલું મરચું, સમારેલું
7. ૧/૨ ચમચી સંચરળ પાઉડર
8. ૧ ચમચી કોથમીર, સમારેલી

Steps of વેજીટેબલ રાયતું રેસીપી

# Steps
1. દહીં ને બરાબર હલાવો અને ૧ કલાક માટે ફ્રિજ માં ઠંડુ થવા મૂકી દો
2. હવે દહીં માં કાકડી, ડુંગળી, ટામેટું, કોથમીર, સંચરળ, લીલું મરચું અને કોથમીર મિક્ષ કરો
3. ઠંડુ ઠંડુ સર્વ કરો

About Author of વેજીટેબલ રાયતું રેસીપી

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



Similar Posts
Popular Posts