Om Bla Bla
Om Bla Bla

હાનિકારક કેમિકલ વગર બહાર જેવું એલોવેરા જેલ ઘરે બનાવો

હેલો મિત્રો આજ હું તમારી સામે એલોવેરા જેલ લઇ ને આવી છું. આ જેલ ને તમે આરામ થી ફ્રીઝ માં રાખીને સ્ટોર કરી શકો છો . આ જેલ તમારા સ્કિન ના ઘણા પ્રોબ્લેમ થી તમને બચાવશે .અથવા તમારા વાળ માં ખોડો જેવી અમુક સમસ્યા છે તો આ જેલ તમે વાળ માં યુઝ કરી શકો છો.આ જેલ એકદમ નેચરલ છે.

*ચાલો આપણે જોઈએ એલોવેરા જેલ કઈ રીતે બનાવીશુ .

સામગ્રી: ૧ વાટકી એલોવેરા
૨ ચમચી બદામ નું તેલ
૩ ચમચી નારિયળ નું તેલ
૨ વિટામિન ઈ ની કેપ્સુલ
અડધી ચમચી જીલેટીન (ખાવા માં વપરાતું)
અડધી ચમચી ગ્રીન ટી

બનાવવા ની રીત:
એલોવેરા ને કાપી ને એની અંદર ના સફેદ ભાગ ને અલગ કરી લેવો. ત્યારબાદ એને પાણી થી ધોઈ ને મિક્સર માં પીસી લેવું. આ પીસેલા એલોવેરા ને ગાળી ને એક પેન માં ગરમ કરવા મૂકવું. ગરમ થતી વખતે ઉપર થી કચરો કે ફીણ આવે તે અલગ કરી લેવા. આ લીકવીડ ને વ્યવસ્થિત ઉકાળી લેવું. ત્યાર બાદ ગેસ બંધ કરી ને તેમાં ગ્રીન ટી ઉમેરવી. ૫ મિનિટ પછી મિશ્રણ ને ગાળી લેવું. ત્યાર બાદ ફરીથી ગેસ ચાલુ કરી ને તેમાં જીલેટીન ઉમેરવું અને મિશ્રણ ને ૨ મિનિટ સુધી ગરમ થવા દેવું. ત્યારબાદ આ મિશ્રણ ને એક કાચ ના બાઉલ માં કાઢી લેવું અને તેમાં બદામ નું તેલ, નારિયળ નું તેલ અને વિટામિન ઈ ની કેપ્સુલ ની અંદર નું લીકવીડ એડ કરી ૨ થી ૫ મિનિટ એક ધારું હલાવતા રહેવું. થોડા સમય પછી આ લીકવીડ જેલ માં પરિવર્તિત થાય જશે.

આવી રીતે બની ને તય્યાર થયેલ જેલ ને ફ્રિજ માં સ્ટોર કરવી. આ જેલ વપરાશ માં લેતી વખતે એમાં લીંબુ નો રસ ભેળવી ને ઉપયોગ કરવા થી ખુબ સારું પરિણામ પ્રાપ્ત થાય છે.

 

About Author

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



Similar Posts
Popular Posts