Om Bla Bla
Om Bla Bla

નવજાત શિશુ માટે હરડે એક માતાની ગરજ સારે છે

હરડે એક માતાની ગરજ સારે છે.

હરડે માં સંકોચન નો ગુણ છે. તે શરીર ના વધારા ના પાણીને શોષી લે છે. જેથી જઠર અને આંતરડા ને સંકોચન કરે છે. જેથી પેટમાં રહેલ અન્ય અવયવો ને જરૂરી દબાણ હટાવી પૂરતી જગ્યા કરે છે. અને શરીર ના વધારા ના વજન ને દૂર કરી દે છે.

હરડે વાયુ ની ગતિ ને સબળી કરે છે, ખોરાક પચાવનાર, પેટ સાફ કરનાર, વેદના દૂર કરનાર, શક્તિ વર્ધક, બળ આપનાર, બુદ્ધિ વધારનાર, આંખો ને તેજ આપનાર, યકૃત અને હૃદય ને બળ આપનાર, લોહી વધારનાર, ગર્ભાશય નો સોજો મટાડનાર, આયુષ્ય વધારનાર અને સંતતિ ઉત્તપનકરવા માં મદદ રૂપ થાય છે.

હરડે ભોજન સાથે ખાવાથી બુદ્ધિ, બળ અને ઇન્દ્રિય પ્રસન્ન કરે છે. વાત, પિત્ત કફ ને નષ્ટ કરે છે. ભોજન પછી ખાવાથી વધારા ના અન્નથી થતા વાત, પિત્ત, કફ દૂર કરે છે.
ભોજન ના કલાક પહેલા હરડે લેવાથી જઠરાગ્નિ પ્રદીપ્ત કરે છે.

  • હરડે માં પાંચ રસ રહેલા છે. ખાટો, મીઠો, કડવો, તીખો અને તૂરો.
  • મોટી હરડે માં વીસા, ત્રીસા, ચાલીસા, સાહીઠ| જેવા પ્રકાર છે. જેમાં ત્રીસા અને ચાલીસા સર્વોત્તમ મનાય છે.
  • ગલ્લીક એસિડ હોય છે. જે HDL , LDL કોલેસ્ટ્રોલ ને નિયંત્રિત કરે છે
  • રક્ત માં પ્લાઝમા ઇમ્યુલીન વધારવા માં મદદ કરે છે.
  • કબજિયાત દૂર કરે છે. ગેસ ને ઉપર આવતો રોકે છે.
  • એસીડીટી અને બવાસીર માં ઘણો ફાયદો થાય છે.

About Author

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



Similar Posts
Popular Posts