Om Bla Bla
Om Bla Bla

વેજિટેબલ પુલાવ રેસીપી

All

How to make વેજિટેબલ પુલાવ ?

ભાત એ આપણા ઘરે રોજ બનવતી વસ્તુ છે. ભાત માંથી ઘણી બધી અલગ અલગ વાનગી બને છે એમાં થી એક છે પુલાવ. અપને રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે પુલાવ ઓર્ડર કરી એ છે. ઘરે કોઈ મેહમાન આવ્યું કે પાર્ટી હોય આપણે પુલાવ તો બનાવી એ છે. પણ ઘરે બહાર જેવો સ્વાદિષ્ટ પુલાવ બનાવવાની પણ એક ચોક્કસ રીત હોય છે . હું બહાર જેવો જ સ્વાદિષ્ટ વેજિટેબલ પુલાવ બનાવવાની રીત બતાવી રહી છું. જો તમે અહીં બતાવેલી રીત થી વેજિટેબલ પુલાવ બનાવશો તો એકદમ બહાર જેવો જ સ્વાદિષ્ટ વેજીટેબલ પુલાવ બનશે અને બધા તમારા વખાણ કરતા નહિ થાકે. તો ફટાફટ જાણી લો બહાર જેવો સ્વાદિષ્ટ પુલાવ બનાવવાની રીત.
Preparation Time: ૨૦-૩૦ મિનિટ
Cooking Time:
Serve:

Ingredients for વેજિટેબલ પુલાવ રેસીપી

# Ingredients
1. ૪ કપ બાસમતી ભાત, બાફેલા
2. ૧/૪ કપ લીલા વટાણા
3. ૧/૪ કપ ગાજર, મોટા ટુકડા સમારેલા
4. ૧/૪ કપ કેપ્સિકમ, મોટા ટુકડા સમારેલા
5. ૧/૪ કપ ફણસી, સમારેલી
6. ૧ મધ્યમ ડુંગળી, સમારેલી
7. ૧/૨ ચમચી જીરું
8. ૧ તમાલ પત્ર
9. ૧ ટુકડો તજ
10. ૪ લવિંગ
11. ૧/૪ ચમચી હળદર
12. ૧/૪ ચમચી મરી પાઉડર
13. ૨ લીલા મરચા, સમારેલા
14. ૧/૪ ચમચી લાલ મરચું
15. ૮-૧૦ શેકેલા કાજુ ના ટુકડા
16. ૩ ચમચી લીલી કોથમીર, સમારેલી
17. મીઠું સ્વાદ અનુસાર

Steps of વેજિટેબલ પુલાવ રેસીપી

# Steps
1. એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં જીરું, તમાલપત્ર, લવિંગ, તજ ઉમેરો અને ૧/૨ મિનિટ સુધી સાંતળો.
2. હવે તેમાં ડુંગળી ઉમેરો અને ૨-૩ મિનિટ સુધી સાંતળો.
3. પછી તેમાં હળદર, ફણસી, ગાજર, વટાણા અને મીઠું મીક્ષ કરો અને તેને ૫-૭ મિનિટ સુધી ચડવા દો.
4. બધું બરાબર શેકાય જાય એટલે તેમાં કેપ્સિકમ, લાલ મરચું, મરી પાઉડર ઉમેરો અને ૧ મિનિટ સુધી સાંતળો.
5. હવે તેમાં બાફેલા ભાત ઉમેરો અને બધું બરાબર મીક્ષ કરો.
6. પછી ગેસ બંધ કરી દો અને તેની પર કોથમીર અને શેકેલા કાજુ ભભરાવો.
7. તૈયાર છે વેજીટેબલ પુલાવ.

About Author of વેજિટેબલ પુલાવ રેસીપી

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



  • Bhumi says:

    Good

  • Similar Posts
    Popular Posts