Om Bla Bla
Om Bla Bla

સીંગ સેવ સ્લાઈસ રેસીપી

sing-sev-slice
All

How to make સીંગ સેવ સ્લાઈસ રેસીપી ?

બાળકો ને રોજ નાસ્તા માં શું ભરી દેવું એની માથાકૂટ હોય અને સવાર માં સમય પણ ના હોય કે કંઈક બનાવી આપીયે. પણ હવે ચિંતા કરવાની જરૂર નથી। કેમકે અહીંયા મેં સીંગ સેવ સ્લાઈસ ની રેસીપી લાવી છું. આ સીંગ સેવ સ્લાઈસ ફટાફટ ૫ મિનિટ માં બની જાય છે અને બધા ને ભાવતી પણ હોય છે. આ બનાવા માટે બ્રાઉન બ્રેડ નો જ ઉપયોગ કરવો એટલે હેલ્થી પણ થાય. તો આજે જ જાણી લો બજાર માં મળે એવી સીંગ સેવ સ્લાઈસ ની રેસીપી.
Preparation Time: ૫ મિનિટ
Serve:

Ingredients for સીંગ સેવ સ્લાઈસ રેસીપી

# Ingredients
1. ૪ બ્રેડ સ્લાઈસ (બ્રાઉન અથવા વાઈટ)
2. ૧ કપ મસાલા સીંગ
3. ૧ કપ નાઈલોન સેવ
4. ૨ ચમચી ચાટ મસાલો
5. ૩ ચમચી બટર

Steps of સીંગ સેવ સ્લાઈસ રેસીપી

# Steps
1. બ્રેડ ને લઇ ને તેની કિનારી કાપી નાખો
2. હવે બધી બ્રેડ પર એક બાજુ બટર લગાવી લો અને તેના પર ચાટ મસાલો ભભરાવો
3. હવે એક બ્રેડ લો અને તેના અડધા ભાગ પર મસાલા સીંગ પાથરો અને તેની પર ઝીણી સેવ પાથરો
4. હવે તે સ્લાઈસ ને વચ્ચે થી વળી ને સીંગ અને સેવ વાળા ભાગ પર મૂકી દો
5. આવી રીતે બીજી બ્રેડ તૈયાર કરી લો
6. તૈયાર છે સીંગ સેવ સ્લાઈસ

About Author of સીંગ સેવ સ્લાઈસ રેસીપી

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



Similar Posts
Popular Posts