Om Bla Bla
Om Bla Bla

શિર ખુરમા (સેવૈયા) રેસીપી

Shir Khurma (sevaiya)
All

How to make શિર ખુરમા (સેવૈયા) ?

શિર ખુરમા અથવા સેવૈયા નામ તો સાંભળ્યું જ હશે. લોકો એને અલગ અલગ નામ થી ઓળખે છે પણ બને તો એક જ રીત થી છે. આ શિર ખુરમ એટલે કે સેવૈયા ને ખીર ની જેમ જ બનાવામાં આવે છે પણ આને બનાવતા ઓછો સમય લાગે છે. વળી આ સેવૈયા ઈદ માં ખાસ કરી ને બનાવાય છે. આ સેવૈયા ખાવાની પણ બહુ જ મજા આવે છે અને સ્વાદિષ્ટ પણ બહુ લાગે છે. જો તમને ઠંડાઈ ભાવતી હોય તો તમે આમાં ઠંડાઈ નો મસાલો પણ મિક્સ કરી શકો છો અને ઠંડાઈ ના સ્વાદ વાળી સેવૈયા બનાવી શકો છો. તો ફટાફટ જાણી લો આ શિર ખુરમા એટલે કે સેવૈયા બનાવાની રીત.
Preparation Time: ૫ મિનિટ
Cooking Time:
Serve:

Ingredients for શિર ખુરમા (સેવૈયા) રેસીપી

# Ingredients
1. ૧ ચમચી ઘી
2. ૧૦૦ ગ્રામ સેવૈયા
3. ૧ ચમચી બદામ ની કતરણ
4. ૧ ચમચી કાજુ ની કતરણ
5. ૧ ચમચી મોળા પિસ્તા ની કતરણ
6. ૧ ચમચી સૂકી દ્રાક્ષ
7. ૧ ચમચી સૂકું કોપરું, સમારેલું
8. ૧ ચમચી ચારોલી
9. ૧ લીટર દૂધ
10. ચપટી એલચી પાઉડર
11. ૫ ચમચી ખાંડ અથવા સ્વાદ અનુસાર
12. ૪-૫ કેસર ના તાંતણા (મરજિયાત)

Steps of શિર ખુરમા (સેવૈયા) રેસીપી

# Steps
1. એક કઢાઈ માં ઘી ગરમ કરો અને તેમાં ચારોલી, બદામ, કાજુ, પિસ્તા, સૂકી દ્રાક્ષ, અને સૂકું કોપરું મિક્ષ કરો અને ૧/૨ મિનિટ સુધી સાંતળો.
2. પછી તેમાં સેવૈયા મિક્ષ કરો અને ૨-૩ મિનિટ સુધી તેને શેકો.
3. હવે તેમાં દૂધ અને ખાંડ મિક્ષ કરો અને તેને ૧૦-૧૨ મિનિટ સુધી ઉકાળવા દો, વચ્ચે વચ્ચે હલાવતા રહેવું.
4. હવે તેમાં એલચી પાઉડર અને કેસર ના તાંતણા મિક્ષ કરો અને ફરી થી ૧-૨ મિનિટ સુધી ઉકાળવા દો.
5. ગેસ બંધ કરી દો અને સેવૈયા ને ગરમ અથવા ઠંડી કરી ને સર્વ કરો.

About Author of શિર ખુરમા (સેવૈયા) રેસીપી

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



Similar Posts
Popular Posts