Om Bla Bla
Om Bla Bla

નારિયેળ ગુલાબ બરફી રેસીપી

nariyed-gulab-barfi
All

How to make નારિયેળ ગુલાબ બરફી ?

ગળ્યું કોને ના ભાવે. મોટા ભાગ ના લોકો નું પ્રિય હોય સ્વીટ્સ. તમે ઘણી બધી જાત ની બરફી ખાધી હશે અને ખાતા જ હશો. કોઈ પણ તહેવાર હોય કે પ્રસંગ હોય મીઠાઈ તો હોય જ એમાં બરફી નો ઉપયોગ વધારે થાય. તમે હંમેશા દૂધ અને માવા માંથી બનતી બરફી ખાતા હશો. પણ અહીંયા હું એ બધા થી અલગ જ બરફી ની રેસીપી લઇ ને આવી છું. એ છે લીલા નારિયેળ અને ગુલાબ ની બરફી. આ બરફી બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. બરફી માં ગુલાબ અને નારિયેળ બંને નો સ્વાદ બહુ જ રિચ હોય છે. વળી આ બરફી નો કુદરતી રંગ જ બહુ સરસ હોય છે એટલે તેમાં કોઈ બહાર નો આર્ટિફિશ્યલ રંગ ઉમેરવાની જરૂર પડતી નથી. જો એક વાર તમે આ નારિયેળ અને ગુલાબ ની બરફી બનાવશો તો વારંવાર બનાવશો આ બરફી. આ બરફી બનાવા માં બીજી બરફી બનાવા જેટલો સમય પણ નથી લાગતો. તો આજે જ જાણી લો આ નારિયેળ ગુલાબ ની બરફી બનાવની રીત અને બનાવી ને કરી દો ઘર ના બધા ને ખુશ.
Preparation Time: ૧૦ મિનિટ
Cooking Time:
Serve:

Ingredients for નારિયેળ ગુલાબ બરફી રેસીપી

# Ingredients
1. ૨ કપ તાજું લીલું નારિયેળ, ખમણેલું
2. ૨ ચમચી ગુલકંદ
3. ૧/૨ કપ ગુલાબ ના શરબત નું સીરપ
4. ૨ ચમચી ઘી
5. ચપટી ઈલાયચી પાઉડર
6. ૧ અને ૧/૨ કપ માવો
7. થોડી ગુલાબ ની પાંદડીઓ

Steps of નારિયેળ ગુલાબ બરફી રેસીપી

# Steps
1. એક નોન સ્ટિક કડાઈ માં ઘી ગરમ કરો
2. તેમાં ખમણેલું લીલું નારિયેળ ઉમેરો અને ૮-૧૦ મિનિટ સુધી સાંતળો
3. પછી તેમાં ઈલાયચી પાઉડર અને ગુલકંદ ઉમેરો અને ૨-૩ મિનિટ સુધી સાંતળો
4. તેમાં ગુલાબ ના શરબત નું સીરપ અને માવો મિક્ષ કરો
5. બધો માવો ઓગળી જાય ત્યાં સુધી તેને હલાવતા રહો
6. અને પછી ગેસ બંધ કરી દો
7. એક ડીશ અથવા થાળી મા ઘી લગાવો અને તેમાં આ બનાવેલી બરફી પાથરી દો
8. તેની પર થોડી ગુલાબ ની પાંદડીઓ પાથરો અને બરફી ને ઠંડી થવા દો
9. પછી બરફી ને ચોરસ ટુકડા માં કાપી લો
10. તૈયાર છે નારિયેળ ગુલાબ બરફી

About Author of નારિયેળ ગુલાબ બરફી રેસીપી

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



Similar Posts
Popular Posts