Om Bla Bla
Om Bla Bla

મોનાકો બ્રેડ બટેટા સેન્ડવીચ રેસીપી

monaco-bread-bateka-sandwich
All

How to make મોનાકો બ્રેડ બટેટા સેન્ડવીચ ?

સેન્ડવિચ ઘણા પ્રકાર ની હોય છે જેમ કે ચીઝ સેન્ડવિચ, ગ્રીલ સેન્ડવિચ, પનીર ભુરજી સેન્ડવિચ. આજે આપણે બનાવીશું બાળકો માટે કંઈક ખાસ અને કંઈક નવીન પ્રકારની સેન્ડવિચ મોનેકો ના ટ્વિસ્ટ સાથે મોનેકો બાળકો ને ખુબ જ પસંદ હોય છે તો જાણી લો મોનાકો બ્રેડ બટેટા સેન્ડવીચ કેવી રીતે બને છે અને આજે જ બાળકો ને ખુશ કરી દો.
Preparation Time: ૧૦ મિનિટ
Cooking Time:
Serve:

Ingredients for મોનાકો બ્રેડ બટેટા સેન્ડવીચ રેસીપી

# Ingredients
1. 1 પેકેટ મોનાકો બિસ્કિટ,
2. 2 બાફીને છોલેલા બટેટા,
3. 1 ટી સ્પૂન લસણની પેસ્ટ,
4. 2 ટી સ્પૂન આદુ મરચાની પેસ્ટ,
5. 1/2 ટી સ્પૂન ગરમ મસાલો,
6. 1 ટી સ્પૂન આમચુર,
7. મીઠું સ્વાદ અનુસાર
8. 2 ટી સ્પૂન દળેલી ખાંડ,
9. 1 ઝીણી સમારેલી ડુંગળી,
10. 1 ઝીણી સમારેલા ટમેટા,
11. જરૂર મુજબ સેવ
12. કોથમીર
13. લીલી ચટણી
14. ટોમેટો સોસ
15. 6 સ્લાઈસ બ્રેડ.

Steps of મોનાકો બ્રેડ બટેટા સેન્ડવીચ રેસીપી

# Steps
1. બાફેલા બટેટા ને છૂંદીને તેમાં બધા મસાલા નાખી પૂરણ બનાવી લો,
2. મોલ્ડ ની મદદ થી બ્રેડ ને જુદા જુદા આકાર માં કાપી લો,
3. બ્રેડ ના બે આકારની વચ્ચે પુરણ રાખી નોનસ્ટિક તવા પર શેલો ફ્રાય કરી લો,
4. મોનાકો બિસ્કિટ નીચે મૂકી ઉપર બ્રેડ સેન્ડવીચ રાખો, ઉપર ડુંગળી, ટમેટા,સેવ અને કોથમીર મૂકી ખાતી વખતે લીલી ચટણી અને ટોમેટો સોસ નાખીને જમો

About Author of મોનાકો બ્રેડ બટેટા સેન્ડવીચ રેસીપી

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



Similar Posts
Popular Posts