Om Bla Bla
Om Bla Bla

મેથી મસાલો રેસીપી

All

How to make મેથી મસાલો ?

ઉનાળો એટલે અથાણાં ભરવાની સીઝન. બધા જ ઘરે અથાણાં બનાવી ને ભરી લે જે આખું વર્ષ ચાલે. પહેલા તો અથાણાં નો મસાલો ઘરે જ બનાવતા હતા અને હજી પણ ઘણા બધા લોકો ઘરે આ મસાલો બનાવતા હશો. પણ જ્યારે થી બજાર માં તૈયાર અથાણાં નો મસાલો મળવા લાગ્યો ત્યાર થી ઘરે મસાલો બનાવવાનું ઓછું થઇ ગયું કેમકે બહાર જેવો સ્વાદિષ્ટ અથાણાં નો મસાલો ઘરે બને નહિ. બહાર ના મસાલા માં કંઈક અલગ જ સ્વાદ હોય છે. એટલે આપણા ને એ બહાર નો અથનો મસાલો બહુ ભાવે. પણ હું અહીંયા બહાર જેવો સ્વાદિષ્ટ અથાણાં નો મસાલો બનાવવાની રીત બતાવી રહી છું. જો તમે અહીં બતાવેલી રીત થી અથાણાં નો મસાલો બનાવશો તો બહાર જેવો જ સ્વાદિષ્ટ આ મસાલો બનશે. વળી આ અથાણાં નો મસાલો આપણે ખાખરા, ખીચું, પાપડ, ઢોકળા જેવી ઘણી બધી વાનગી સાથે ખાઈ શકાય છે. આ અથાણાં નો મસાલો આખું વર્ષ સારો રહે છે. તો ફટાફટ જાણી લો અથાણાં નો મેથી મસાલો બનાવવાની રીત અને આજે જ બનાવો આ મેથી મસાલો.
Preparation Time: ૧૦-૧૫ મિનિટ
Cooking Time:
Serve: ૩૦૦ ગ્રામ

Ingredients for મેથી મસાલો રેસીપી

# Ingredients
1. ૨૦૦ ગ્રામ રાય ના કુરિયા
2. ૧૦૦ ગ્રામ મેથી ના કુરિયા
3. ૨૦૦ ગ્રામ કાશ્મીરી લાલ મરચું
4. ૧ ચમચી હિંગ
5. ૧/૪ ચમચી હળદર
6. ૨૦૦ ગ્રામ રાઇ નું તેલ
7. મીઠું સ્વાદ અનુસાર

Steps of મેથી મસાલો રેસીપી

# Steps
1. એક કઢાઈ માં રાઇ ના કુરિયા અને મેથી ના કુરિયા મીક્ષ કરો અને ધીમા ગેસ પર તેને ૫ મિનિટ માટે શેકી લો.
2. હવે આ રાઇ ના કુરિયા અને મેથીના કુરિયા ને મીક્ષર જાર માં લો અને અધકચરું પીસી લો.
3. આ મસાલા ને એક વાસણ માં કાઢો અને તેમાં લાલ મરચું, હળદર, મીઠું અને હિંગ મીક્ષ કરો.
4. હવે એક કઢાઈ માં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થઇ જાય એટલે ગેસ બંધ કરી દો. અને તેલ ને ઠંડુ પડવા દો.
5. તેલ એકદમ ઠંડુ થઇ જાય એટલે તેલ ને મસાલા પર રેડી દો. અને મસાલો બરાબર હલાવો.
6. મસાલો બરાબર મીક્ષ થઇ જાય એટલે એક હવાચુસ્ત ડબ્બા માં ભરી લો.

About Author of મેથી મસાલો રેસીપી

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



Similar Posts
Popular Posts