Om Bla Bla
Om Bla Bla

મેથી દાળ નું શાક રેસીપી

Methi-dal-nu-shak
All

How to make મેથી દાળ નું શાક ?

બાળકો ને મેથી ખાવી ભાવે નહિ. એમાં થી થેપલા બનાવો તો ખાય પણ શાક બનાવો તો ખાય જ નહિ. બાળકો સાથ સાથે ઘણા મોટા લોકો પણ નથી ખાતા હોતા. પણ હવે ચિંતા કરશો નહિ કેમકે હું અહીંયા લઇ ને આવી છું મેથી દાળ નું શાક. જે ખાવા માં બહુ સ્વાદિષ્ટ હોય છે. એક વાર બનાવશો તો બધા જ મોજ થી ખાશે આ મેથી દાળ નું શાક. તો એક વાર જરૂર થી બનાવજો આ મેથી દાળ નું શાક.
Preparation Time: ૧૫ મિનિટ
Cooking Time:

Ingredients for મેથી દાળ નું શાક રેસીપી

# Ingredients
1. ૨૫૦ ગ્રામ મેથી, સમારેલી
2. ૨ કપ મોગર દાળ, (મગ ની ફોતરાં વગર ની દાળ), બાફેલી
3. ૩-૪ ચમચી ઘી
4. ૧/૪ ચમચી સૂકી આખી મેથી
5. ૧/૨ ચમચી જીરું
6. ૧/૪ ચમચી હિંગ
7. ૨ ચમચી લસણ, સમારેલું
8. ૨ ચમચી લીલા મરચા, સમારેલા
9. ૧ નાની ડુંગળી, સમારેલી
10. ૨ નાના ટામેટા, સમારેલા
11. ૧/૪ ચમચી હળદર
12. ૧/૪ ચમચી લાલ મરચું
13. ૧/૪ ચમચી ગરમ મસાલો
14. ૨ ચમચી કોથમીર, સમારેલી
15. ૧/૨ ચમચી આદુ, સમારેલું
16. મીઠું સ્વાદ અનુસાર

Steps of મેથી દાળ નું શાક રેસીપી

# Steps
1. એક કડાઈ માં ઘી ગરમ કરવા મૂકવું
2. ઘી ગરમ થઇ જાય એટલે એમાં જીરું, આખી મેથી ના દાણા અને લીલા મરચા ઉમેરો
3. જીરું શેકાય જાય એટલે એમાં હિંગ અને લસણ ઉમેરો અને લસણ આછા સોનેરી રંગ નું થાય ત્યાં સુધી શેકો
4. લસણ શેકાય જાય એટલે એમાં ડુંગળી ઉમેરવી અને ૩-૪ મિનિટ શેકવી
5. પછી તેમાં ટામેટા, હળદર, લાલ મરચું, ગરમ મસાલો અને મીઠું ઉમેરો અને ૩-૪ મિનિટ સુધી સાંતળો
6. ટામેટા બરાબર શેકાય જાય એટલે તેમાં મેથી ઉમેરવી અને ૩-૪ મિનિટ સુધી મેથી ને શેકવા દેવી
7. ૩-૪ મિનિટ પછી તેમાં બાફેલી મગ ની દાળ અને ૨ કપ પાણી ઉમેરવું અને ઉકળવા દેવું
8. ઉકળી જાય એટલે તેમાં આદુ ના ટુકડા અને કોથમીર ઉમેરવા અને બરાબર હલાવવું
9. પછી કડાઈ ને ઢાંકી ને ૧૦-૧૨ મિનિટ ચડવા દેવું
10. પછી ઢાંકણ ખોલીને દાળ હલાવવી અને ચમચા વડે થોડી દબાવવી એટલે એક રસ થઇ જાય
11. હવે ગેસ ને બંધ કરી દો અને મેથી દાળ ને સર્વ કરો

About Author of મેથી દાળ નું શાક રેસીપી

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



Similar Posts
Popular Posts