મેંદુ વડા રેસીપી
How to make મેંદુ વડા ?
મેદું વડા એ સાઉથ ઇન્ડિયા નું પ્રખ્યાત ખાણું છે. મેદું વડા એ અડદ ની દાળ માંથી બને છે. અને તેને સંભાર અને કોકોનટ ચટણી સાથે પીરસવા માં આવે છે. મેદું વડા બનાવા બહુ જ સરળ હોય છે. જો મેદું વડા ને બરાબર રીત થી બનાવા માં આવે તો સરસ પોચા અને ફૂલેલા થાય છે. અહીંયા બતાવેલી રીત થી જો તમે મેદું વડા બનાવશો તો એ સરસ પોચા, ફૂલેલા ને બહાર થી ક્રિસ્પી મેંદુવડા બનશે.
Ingredients for મેંદુ વડા રેસીપી
| # | Ingredients |
|---|---|
| 1. | ૨ કપ અડદ ની દાળ (ફોતરાં વગર ની) |
| 2. | ૧ ચમચી આદુ, સમારેલું |
| 3. | ૨ લીલા મરચા, સમારેલા |
| 4. | ચપટી હિંગ |
| 5. | મીઠું સ્વાદ અનુસાર |
| 6. | તળવા માટે તેલ |
Steps of મેંદુ વડા રેસીપી
| # | Steps |
|---|---|
| 1. | અડદ ની દાળ ને ધોઈ ને ૬-૮ કલાક માટે પલાળી દો |
| 2. | દાળ પલળી જાય એટલે તેમાંથી બધું પાણી નિતારી લો |
| 3. | હવે એક મિક્સર જાર માં પલાળેલી દાળ, આદુ અને લીલા મરચા બધું મિક્સ કરી પીસી લો |
| 4. | પીસતી વખતે તેમાં પાણી ઉમેરવું નહિ જો પાણી નાખીને પીસસો તો વડા નું ખીરું ઢીલું થઇ જશે જરૂર પડે તો થોડુંક જ પાણી ઉમેરવું અને પીસવું |
| 5. | હવે વડા ના ખીરા માં મીઠું ઉમેરો અને એક જ દિશા માં ૩-૫ મિનિટ સુધી હલાવો તેથી વડા પોચા અને ફૂલેલા થશે |
| 6. | હવે કડાઈ માં તેલ ગરમ કરવા મુકો |
| 7. | વડા બનાવા માટે પેલા હાથ પાણી વાળા કરો (જેથી ખીરું હાથ પાર ચોંટશે નહિ) |
| 8. | પછી તેમાં થોડું ખીરું લો અને હાથ થી દબાવો અને વચ્ચે થી કાણું પાડો |
| 9. | આ વડા ને ગરમ તેલ માં મુકો અને આછા સોનેરી રંગ ના તળી લો |
| 10. | વડા ને સંભાર અથવા ચટણી સાથે પીરસો |
Similar Posts
Popular Posts




Have something to add? Share it in the comments.