Om Bla Bla
Om Bla Bla

મેંદુ વડા રેસીપી

All

How to make મેંદુ વડા ?

મેદું વડા એ સાઉથ ઇન્ડિયા નું પ્રખ્યાત ખાણું છે. મેદું વડા એ અડદ ની દાળ માંથી બને છે. અને તેને સંભાર અને કોકોનટ ચટણી સાથે પીરસવા માં આવે છે. મેદું વડા બનાવા બહુ જ સરળ હોય છે. જો મેદું વડા ને બરાબર રીત થી બનાવા માં આવે તો સરસ પોચા અને ફૂલેલા થાય છે. અહીંયા બતાવેલી રીત થી જો તમે મેદું વડા બનાવશો તો એ સરસ પોચા, ફૂલેલા ને બહાર થી ક્રિસ્પી મેંદુવડા બનશે.

Ingredients for મેંદુ વડા રેસીપી

# Ingredients
1. ૨ કપ અડદ ની દાળ (ફોતરાં વગર ની)
2. ૧ ચમચી આદુ, સમારેલું
3. ૨ લીલા મરચા, સમારેલા
4. ચપટી હિંગ
5. મીઠું સ્વાદ અનુસાર
6. તળવા માટે તેલ

Steps of મેંદુ વડા રેસીપી

# Steps
1. અડદ ની દાળ ને ધોઈ ને ૬-૮ કલાક માટે પલાળી દો
2. દાળ પલળી જાય એટલે તેમાંથી બધું પાણી નિતારી લો
3. હવે એક મિક્સર જાર માં પલાળેલી દાળ, આદુ અને લીલા મરચા બધું મિક્સ કરી પીસી લો
4. પીસતી વખતે તેમાં પાણી ઉમેરવું નહિ જો પાણી નાખીને પીસસો તો વડા નું ખીરું ઢીલું થઇ જશે જરૂર પડે તો થોડુંક જ પાણી ઉમેરવું અને પીસવું
5. હવે વડા ના ખીરા માં મીઠું ઉમેરો અને એક જ દિશા માં ૩-૫ મિનિટ સુધી હલાવો તેથી વડા પોચા અને ફૂલેલા થશે
6. હવે કડાઈ માં તેલ ગરમ કરવા મુકો
7. વડા બનાવા માટે પેલા હાથ પાણી વાળા કરો (જેથી ખીરું હાથ પાર ચોંટશે નહિ)
8. પછી તેમાં થોડું ખીરું લો અને હાથ થી દબાવો અને વચ્ચે થી કાણું પાડો
9. આ વડા ને ગરમ તેલ માં મુકો અને આછા સોનેરી રંગ ના તળી લો
10. વડા ને સંભાર અથવા ચટણી સાથે પીરસો

About Author of મેંદુ વડા રેસીપી

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



Similar Posts
Popular Posts