Om Bla Bla
Om Bla Bla

મસાલા છાશ રેસીપી

All

How to make મસાલા છાશ ?

છાશ એ એક ઉત્તમ પીણું છે. ઉનાળા માં ગરમી થી બચવા માટે છાશ પીવી જ જોઈએ. બધા ઘરે છાશ તો બનાવતા જ હશો. કાઠિયાવાડ માં તો છાશ વગર ચાલે જ નહિ. વળી આપણે રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે પણ છાશ ઓર્ડર કરી એ છે અને એ છાશ મસાલા વાળી હોય છે જે આપણા બધા ને બહુ જ ભાવે છે. એટલે જ હું અહીંયા એ રેસ્ટોરન્ટ જેવી સ્વાદિષ્ટ મસાલા છાશ ની રેસીપી બતાવી રહી છું. કોઈ મેહમાન આવ્યું હોય કે ઘરે પાર્ટી હોય ત્યારે પણ જો આ મસાલા છાશ બનાવી હોય તો વધારે સરસ લાગે છે. તો ફટાફટ જાણી લો આ મસાલા છાશ બનાવવાની રીત.
Preparation Time: ૫ મિનિટ
Cooking Time:
Serve:

Ingredients for મસાલા છાશ રેસીપી

# Ingredients
1. ૨ કપ ઠંડુ દહીં
2. ૧/૨ ચમચી શેકેલા જીરું નો પાઉડર
3. ૧/૨ ચમચી સંચરળ
4. ૧/૪ ચમચી મરી પાઉડર
5. ૧ ચમચી લીલી કોથમીર, સમારેલી
6. મીઠું સ્વાદ અનુસાર

Steps of મસાલા છાશ રેસીપી

# Steps
1. એક ઊંડા વાસણ માં દહીં, ૪ કપ પાણી, સંચરળ, શેકેલું જીરું, મરી પાઉડર મીક્ષ કરો. અને તેમાં બ્લેન્ડ વડે છાશ તૈયાર કરી લો.
2. હવે તેમાં જરૂરિયાત પ્રમાણે મીઠું મીક્ષ કરો.
3. તેમાં લીલી કોથમીર મીક્ષ કરો અને છાશ ને ૧ કલાક માટે ફ્રિજ માં ઠંડી થવા માટે મૂકી દો.
4. છાશ ને સર્વ કરવાના ગ્લાસ માં ભરી લો અને ઠંડી ઠંડી મસાલા છાશ સર્વ કરો.

About Author of મસાલા છાશ રેસીપી

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



Similar Posts
Popular Posts