Om Bla Bla
Om Bla Bla

મેંગો લેમન સોડા રેસિપી

mocktail-mango
All

How to make મેંગો લેમન સોડા ?

લીંબુ સોડા બધા ની મનગમતી વસ્તુ છે. મસાલા લીંબુ સોડા તો બધા પીતા જ હશો ને. આજે હું એ લીંબુ સોડા માં કંઈક ટ્વિસ્ટ લાવી છું. અત્યારે ગરમી ની સીઝન છે. એમાં પાકી કેરી તો આવતી જ હોય. અને કેરી પણ બધા ને બહુ જ ભાવે. ગુજરાતી નો તો કેરી ની સીઝન જાય નહિ ત્યાં સુધી કેરી ખાય. એટલે મેં વિચાર્યું કે કંઈક અલગ કેરી અને લીંબુ સોડા ને ભેગા કરી ને બનાવી એ તો કેવી મજા આવે. તો એટલે અહીંયા એક નવી જ રેસીપી બતાવી રહી છું. લીંબુ સોડા એ પણ કેરી ના બરફ ના ટુકડા સાથે. નામ જ કેવું અટપટું છે. પણ રેસીપી બહુ જ માસ્ટ અને સ્વાદિષ્ટ છે. એક વાર બનાવશો તો આખો ઉનાળો બનાવી ને પીશો આ સરબત. આ એક પ્રકાર નું કોકટેઇલ જ કહેવાય. જો મેહમાન ને સર્વ કરવા માં આવે ને તો આપણો તો વટ જ પડી જાય. તો ફટાફટ શીખી લો આ મેંગો લેમોન સોડા રેસીપી અને ઘર ના બધા ને અને મેહમાન આવે તો એમને પણ બનાવી ને પીવડાવો આ સરસ મેંગો લેમન સોડા.
Preparation Time: ૫ કલાક
Serve:

Ingredients for મેંગો લેમન સોડા રેસિપી

# Ingredients
1. ૧ ચમચી લીંબુ નો રસ
2. ૧ પાકી કેરી, સમારેલી
3. ૧/૨ કપ ખાંડ
4. ૮-૧૦ ફુદીના ના પાન
5. ૨ લીંબુ આખું
6. ૨ ચમચી મધ
7. ૧ લીટર સાદી સોડા
8. ૫-૬ બરફ ના ટુકડા

Steps of મેંગો લેમન સોડા રેસિપી

# Steps
1. એક મિક્ષર જાર માં કેરી ના ટુકડા, લીંબુ નો રસ, ખાંડ, ૫-૬ ફુદીના ના પાન મિક્ષ કરો અને બરાબર પીસી લો
2. હવે આ રસ ને બરફ બનાવની ડીશ માં ભરી લો અને બરફ બનાવવા માટે ફ્રિજર માં ૫-૬ કલાક માટે મૂકી દો
3. હવે એક લીંબુ લો અને તેના ૮ સરખા ટુકડા કરો અને તેમાંથી બીયા કાઢી લો આવી જ રીતે બીજા લીંબુ ના પણ ટુકડા કરી લો
4. હવે એક ગ્લાસ માં ૪-૫ લીંબુ ના ટુકડા, ૫-૬ ફુદીના ના પાન, મધ, ૧/૪ ચમચી દળેલી ખાંડ મિક્ષ કરો
5. આને એક જાડી ચમચી વડે બરાબર દબાવી લો
6. હવે તેમાં ૩-૪ સાદા બરફ ના ટુકડા, ૪ મેંગો ના બનાવેલા બરફ ના ટુકડા ઉમેરો
7. હવે તેમાં સાદી સોડા ઉમેરો અને બરાબર મિક્ષ કરો
8. ઠંડુ ઠંડુ મેંગો લેમન સોડા સર્વ કરો

About Author of મેંગો લેમન સોડા રેસિપી

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



Similar Posts
Popular Posts