Om Bla Bla
Om Bla Bla

મેંગો લસ્સી રેસીપી

Mango-Lassi
All

How to make મેંગો લસ્સી ?

ગરમી ની ઋતુ માં કેરી ખાવાની બહુ જ મજા આવે પણ ગરમી પણ બહુ લાગે. એટલે આપણે ગરમી પણ દૂર કરી શકીએ અને કેરી ની મજા પણ લઇ શકીએ એવી કોઈક રેસીપી મળી જાય તો મજા આવે. વળી ફટાટાફ્ટ બની જાય એવું પણ હોવું જોઈએ. એટલે એક એવી જ રેસીપી બતાવી રહી છું એ છે મેંગો લસ્સી. ગરમી માં ઠંડી ઠંડી લસ્સી પીવાની બહુ મજા આવે વળી એમાં કેરી નો સ્વાદ અને બની પણ ફટાફટ જાય. છે ને સરસ મજા ની રેસીપી. તો ચાલો આ ગરમી માં ફટાફટ બનાવો બધા ની પ્રિય મેંગો લસ્સી.
Preparation Time: ૧૦ મિનિટ

Ingredients for મેંગો લસ્સી રેસીપી

# Ingredients
1. ૨ કપ દહીં
2. ૧ પાકી કેરી
3. ૧/૪ કપ ખાંડ અથવા સ્વાદ અનુસાર
4. ૧ ચમચી બદામ ની કતરણ
5. ચપટી એલચી પાઉડર (જરૂરી નથી)
6. ૫-૬ બરફ ના ટુકડા

Steps of મેંગો લસ્સી રેસીપી

# Steps
1. કેરી ને ધોઈ ને છાલ ઉતારી લો અને સમારી લો
2. હવે એક મિક્સર જાર માં કેરી, દહીં, ખાંડ અને બદામ ના ટુકડા મિક્સ કરી ને બધું બરાબર પીસી લો
3. હવે લસ્સી ને સર્વ કરવા ના ગ્લાસ માં કાઢો અને ઉપર બદામ ની કતરણ થી સજાવો

About Author of મેંગો લસ્સી રેસીપી

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



Similar Posts
Popular Posts