Om Bla Bla
Om Bla Bla

લીલા ચણા નું શાક

lila-chananu-shak
All

How to make લીલા ચણા નું શાક ?

છોલે તો બધાને ભાવતા જ હશે. બહુ જ સરસ લાગે. શિયાળા માં લીલા ચણા બહુ આવે. લીલા ચણા બધા શેકી ને બહુ ખાય. લીલા ચણા નું શાક પણ બહુ જ સ્વાદિષ્ટ બને છે. અહીંયા મેં લીલા ચણા નું છોલે શાક બનાવ્યું છે એ પણ કુકર માં. એટલે ફટાફટ બની જાય છે. તમે પણ એક જરૂર આ રીત થી લીલા ચણા નું શાક બનાવજો. તમને અને ઘર ના બધા ને પણ બહુ ભાવશે. તો આજે જ જાણી લો લીલા ચણા નું શાક બનાવની રીત
Preparation Time: ૧૦ મિનિટ
Cooking Time:
Serve:

Ingredients for લીલા ચણા નું શાક

# Ingredients
1. ૩ કપ લીલા ચણા, ફોલેલા
2. ૩ ચમચી તેલ
3. ૧/૨ (અડધી) ચમચી જીરું
4. ૧ મોટી ડુંગળી, ઝીણી સમારેલી
5. ૧ ચમચી આદુ લસણ ની પેસ્ટ
6. ૧ મોટું ટમેટું, સમારેલું
7. ૧/૨ (અડધી) ચમચી ધાણાજીરું
8. ૧/૪ ચમચી હળદર
9. ૧/૨ ચમચી લાલ મરચું
10. ૧ ચમચી છોલે મસાલો (ગરમ મસાલો પણ ચાલે)
11. ૧/૨ ચમચી કસૂરી મેથી
12. ૨ ચમચી લીલી કોથમીર, સમારેલી
13. મીઠું સ્વાદ અનુસાર

Steps of લીલા ચણા નું શાક

# Steps
1. કુકર માં તેલ ગરમ કરવા મુકો
2. તેલ ગરમ થઇ જાય એટલે તેમાં જીરું નાખવું, જીરું ફૂટી જાય એટલે તેમાં ડુંગળી અને આદુ લસણ ની પેસ્ટ નાખો અને ૩ થી ૪ મિનિટ સુધી સાંતળો
3. ડુંગળી આછા ગુલાબી રંગ ની થઇ જાય પછી તેમાં હળદર, ધાણાજીરું, લાલ મરચું, મીઠું અને છોલે નો મસાલો નાખી હલાવવું
4. હવે તેમાં ઝીણા સમારેલા ટમેટા નાખો અને ૨ મિનિટ ચડવા દો
5. પછી તેમાં લીલા ચણા નાખો અને બરાબર મિક્સ કરો
6. તેમાં ૨ કપ પાણી નાખો અને મિક્સ કરો
7. હવે કુકર નું ઢાંકણું બંધ કરી દો અને એક સીટી વાગવા દો
8. એક સીટી વાગી જાય એટલે ગેસ ધીમો કરી દેવો અને ધીમા ગેસ પર ૪-૫ સીટી વગાડો અને પછી ગેસ બંધ કરી દો
9. કુકર માંથી સંપૂર્ણ હવા નીકળી જાય પછી કુકર ખોલો અને તેમાં કસૂરી મેથી નાખો અને ગેસ ફરીથી ચાલુ કરો
10. હવે ગેસ પર એમ જ ૨-૩ મિનિટ ઢાંક્યા વગર ચડવા દેવું જેથી કસૂરી મેથી નો સ્વાદ ચડી જાય
11. પછી ગેસ બંધ કરી દો અને ગરમ ગરમ પીરસો

About Author of લીલા ચણા નું શાક

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



Similar Posts
Popular Posts