Om Bla Bla
Om Bla Bla

ખજૂર શિંગના લાડુ રેસીપી

All

How to make ખજૂર શિંગના લાડુ ?

ખજૂર ના લાડુ ખૂબ જ સ્વાદિષ્ટ અને શક્તિ આપનારા હોય છે. ખજૂર માંથી શરીર માટે ખૂબ જ ગ્લુકોઝ, પોટેશિયમ અને ઘણાં બધા વિટામિન્સ પ્રાપ્ત થાય છે. અને સાથે સાથે તેને બનાવવા પણ ઘણા સરળ છે. ખજૂર અને ખજૂર ના લાડુ તો આપણે ઘણા ખાધા છે. આજે ખજૂર જોડે શીંગ મિક્સ કરીને લાડુ બનાવવા ના છે. તો જાણો કેવી રીતે બને છે સ્વાદિષ્ટ ખજૂર શીંગ ના લાડુ.
Preparation Time: ૧૦ મિનિટ
Cooking Time:
Serve:

Ingredients for ખજૂર શિંગના લાડુ રેસીપી

# Ingredients
1. 300 ગ્રામ ખજૂર,
2. 200 ગ્રામ શીંગ,
3. 4 ટેબલ સ્પૂન તલ,
4. 2 ટેબલ સ્પૂન મલાઈ,
5. એક ટી સ્પૂન ઘી,
6. 1½ કપ દૂધ,
7. 2 ટેબલ સ્પૂન મધ,
8. 1+½ કપ કોપરા ખમણ

Steps of ખજૂર શિંગના લાડુ રેસીપી

# Steps
1. શીંગ શેકીને ફોતરા કાઢીને મીક્સર માં દળી લો.
2. ખજૂરને બીયા કાઢી ઝીણું સમારી લો.
3. તલ ગુલાબી શેકી લો.
4. એક વાસણમાં ઘી ગરમ કરી તેમાં સમારેલો ખજુર નાખો.
5. સહેજ સાંતળીને દૂધ અને મલાઈ નાખો. 10 મિનિટ ચડવા દો. વચ્ચે હલાવતા રહો.
6. પછી મધ, શીંગ નો ભુકો,તલ અને 1 કપ કોપરા ખમણ નાખી મિક્સ કરી લો.
7. ઠંડું પડે એટલે લાડુ વાળી લો અને બાકીના ½ કપ કોપરાના ખમણ માં લાડુ રગદોળી લો.
8. કદાચ મોળું લાગે, તો દળેલી ખાંડ ઉમેરી શકાય.

About Author of ખજૂર શિંગના લાડુ રેસીપી

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



  • payal Narsingani says:

    Superb

  • Dhara Patel says:

    Malai na hoy to koi option khru eno ??

  • Similar Posts
    Popular Posts