ખજૂર આંબલી ની ચટણી
How to make ખજૂર આંબલી ની ચટણી ?
ખજૂર આંબલી ની ચટણી કોઈ પણ ચાટ હોય, નાસ્તો હોય એમાં વપરાય જ. ઘણી બધી વાનગી સાથે ખજૂર આંબલી ની ચટણી પીરસવામાં માં આવે છે. વળી ખજૂર આંબલી ની ચટણી ૨ ૩ મહિના સુધી રેફ્રિજરેટર માં સારી રહે છે એટલે જો પહેલે થી બનાવેલી હોય તો વાપરવા માં સરળતા રહે છે. આમ તો બધા ઘરે ખજૂર આંબલી ની ચટણી બનાવતા જ હશો. પણ બહાર લારી જેવી નહીં બનતી હોય કેમકે એમાં ઘણું નાખેલું હોય છે અને બરાબર રીત થી બનાવા માં આવે છે. મેં અહીંયા એવી જ રેસીપી બતાવી છે. જો તમે આ રીત થી બનાવશો તો બહાર લારી અને રેસ્ટોરન્ટ જેવી જ ખજૂર આંબલી ની ચટણી બનશે. અને એ લાગશે પણ બહુ જ સ્વાદિષ્ટ. તમે પણ એક વાર આ રીત થી ખજૂર આંબલી ની ચટણી બનાવી જોવો, જે ખાવાનો સ્વાદ કરી દેશે બમણો.
| Preparation Time: ૫ મિનિટ |
| Cooking Time: |
Ingredients for ખજૂર આંબલી ની ચટણી
| # | Ingredients |
|---|---|
| 1. | ૧ કપ ગળ |
| 2. | ૧ કપ આંબલી |
| 3. | ૧ કપ બીયા વગર નો ખજૂર |
| 4. | ૨ તમાલ પત્ર |
| 5. | ૪-૫ મોટી કાળી એલચા |
| 6. | ૧ ચમચી સુંઠ |
| 7. | ૧ ચમચી સંચળ |
| 8. | ૧ અને ૧/૨ (દોઢ) ચમચી લાલ મરચું |
| 9. | ૧ ચમચી શેકેલું જીરું |
| 10. | ૧ ચમચી તેલ |
| 11. | ૧ મોટી ચમચી વરિયાળી |
| 12. | મીઠું સ્વાદ અનુસાર |
Steps of ખજૂર આંબલી ની ચટણી
| # | Steps |
|---|---|
| 1. | એક કડાઈ અથવા તપેલી માં ગોળ, આંબલી, ખજૂર, તમાલ પત્ર, કાળી એલચા, સુંઠ, સંચળ, લાલ મરચું અને ૧૦-૧૨ કપ પાણી મિક્ષ કરો |
| 2. | હવે આ મિશ્રણ ને ગેસ પર મધ્યમ આંચ પર ૨૦-૨૫ મિનિટ સુધી ઉકળવા દો |
| 3. | હવે એક કડાઈ માં તેલ ગરમ કરો અને તેમાં વરિયાળી ઉમેરો પછી ગેસ બંધ કરી દો |
| 4. | અને આ તેલ ને ચટણી માં રેડી દો |
| 5. | હવે ચટણી ને બરાબર મિક્ષ કરો |
| 6. | હવે આ મિશ્રણ ને એક ગરણી વડે ગાળી લો ગાળતી વખતે મિશ્રણ ને ચમચા વડે દબાવવું એટલે બધો પલ્પ નીકળી જાય |
| 7. | ચટણી ઠંડી થઇ જાય એટલે ડબ્બા માં ભરી લેવું |
| 8. | આ ચટણી રેફ્રિજરેટર માં મુકવા થી ૨-૩ મહિના સુધી સારી રહે છે |
| 9. | નોંધ:- મિશ્રણ ને મિક્સર માં પીસવું હોય તો તમાલ પત્ર, એલચા કાઢી લેવું |
Kali elcha etle???
Very nice testy.????
Similar Posts
Popular Posts




Have something to add? Share it in the comments.