Om Bla Bla
Om Bla Bla

ખજૂર આંબલી ની ચટણી

khajur-ambli-ni-chatni
All

How to make ખજૂર આંબલી ની ચટણી ?

ખજૂર આંબલી ની ચટણી કોઈ પણ ચાટ હોય, નાસ્તો હોય એમાં વપરાય જ. ઘણી બધી વાનગી સાથે ખજૂર આંબલી ની ચટણી પીરસવામાં માં આવે છે. વળી ખજૂર આંબલી ની ચટણી ૨ ૩ મહિના સુધી રેફ્રિજરેટર માં સારી રહે છે એટલે જો પહેલે થી બનાવેલી હોય તો વાપરવા માં સરળતા રહે છે. આમ તો બધા ઘરે ખજૂર આંબલી ની ચટણી બનાવતા જ હશો. પણ બહાર લારી જેવી નહીં બનતી હોય કેમકે એમાં ઘણું નાખેલું હોય છે અને બરાબર રીત થી બનાવા માં આવે છે. મેં અહીંયા એવી જ રેસીપી બતાવી છે. જો તમે આ રીત થી બનાવશો તો બહાર લારી અને રેસ્ટોરન્ટ જેવી જ ખજૂર આંબલી ની ચટણી બનશે. અને એ લાગશે પણ બહુ જ સ્વાદિષ્ટ. તમે પણ એક વાર આ રીત થી ખજૂર આંબલી ની ચટણી બનાવી જોવો, જે ખાવાનો સ્વાદ કરી દેશે બમણો.
Preparation Time: ૫ મિનિટ
Cooking Time:

Ingredients for ખજૂર આંબલી ની ચટણી

# Ingredients
1. ૧ કપ ગળ
2. ૧ કપ આંબલી
3. ૧ કપ બીયા વગર નો ખજૂર
4. ૨ તમાલ પત્ર
5. ૪-૫ મોટી કાળી એલચા
6. ૧ ચમચી સુંઠ
7. ૧ ચમચી સંચળ
8. ૧ અને ૧/૨ (દોઢ) ચમચી લાલ મરચું
9. ૧ ચમચી શેકેલું જીરું
10. ૧ ચમચી તેલ
11. ૧ મોટી ચમચી વરિયાળી
12. મીઠું સ્વાદ અનુસાર

Steps of ખજૂર આંબલી ની ચટણી

# Steps
1. એક કડાઈ અથવા તપેલી માં ગોળ, આંબલી, ખજૂર, તમાલ પત્ર, કાળી એલચા, સુંઠ, સંચળ, લાલ મરચું અને ૧૦-૧૨ કપ પાણી મિક્ષ કરો
2. હવે આ મિશ્રણ ને ગેસ પર મધ્યમ આંચ પર ૨૦-૨૫ મિનિટ સુધી ઉકળવા દો
3. હવે એક કડાઈ માં તેલ ગરમ કરો અને તેમાં વરિયાળી ઉમેરો પછી ગેસ બંધ કરી દો
4. અને આ તેલ ને ચટણી માં રેડી દો
5. હવે ચટણી ને બરાબર મિક્ષ કરો
6. હવે આ મિશ્રણ ને એક ગરણી વડે ગાળી લો ગાળતી વખતે મિશ્રણ ને ચમચા વડે દબાવવું એટલે બધો પલ્પ નીકળી જાય
7. ચટણી ઠંડી થઇ જાય એટલે ડબ્બા માં ભરી લેવું
8. આ ચટણી રેફ્રિજરેટર માં મુકવા થી ૨-૩ મહિના સુધી સારી રહે છે
9. નોંધ:- મિશ્રણ ને મિક્સર માં પીસવું હોય તો તમાલ પત્ર, એલચા કાઢી લેવું

About Author of ખજૂર આંબલી ની ચટણી

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



  • Vaishali says:

    Kali elcha etle???

    • mm Ripal says:

      કાળા રંગ ની ઈલાયચી આવે. જે થોડી મોટી હોય અને માર્કેટ માં સહેલાય થી મળી જશે

  • Smita Mehta says:

    Very nice testy.😋

  • Similar Posts
    Popular Posts