Om Bla Bla
Om Bla Bla

કેરી નો છૂંદો રેસીપી

chundo
All

How to make કેરી નો છૂંદો ?

છૂંદો ગુજરાતી ના ઘરે હોય જ. છૂંદો સ્વાદ માં ગાળ્યો હોય છે અને થોડો ખાટો પણ હોય છે. અત્યારે અથાણાં ની સીઝન ચાલે છે ત્યારે બધા જોડે જોડે છૂંદો બનાવી ને પણ ભરી લે છે. આમ તો છૂંદો બે રીત થી બંને છે એક તો તડકા છાયા નો છૂંદો અને બીજો શેકી ને બને છે જેને મુરબ્બો કેહવામાં આવે છે. મેં અહીંયા તડકા છાયા ના છૂંદા ની રીત બતાવી છે. છૂંદો એ ગુજરાત માં સાઈડ ડીશ તરીકે વપરાય છે. થેપલા જોડે છૂંદો બહુ સ્વાદિષ્ટ લાગે છે. તો તમે પણ હાજી ના બનાવ્યો હોય તો ફટાફટ બનાવી લો કેરી નો છૂંદો. તો જાણી લો પરફેક્ટ રીત અને માપ થી છૂંદો બનાવવાની રીત.
Preparation Time: ૭ દિવસ

Ingredients for કેરી નો છૂંદો રેસીપી

# Ingredients
1. ૨ કિલો કાચી કેરી (રાજાપુરી અથવા તો બીજી કોઈ પણ)
2. ૨ કિલો ખાંડ
3. ૧ ચમચી મીઠું
4. ૧ ચમચી લાલ મરચું
5. ૭-૮ લવિંગ
6. ૪-૫ તજ ના ટુકડા

Steps of કેરી નો છૂંદો રેસીપી

# Steps
1. કેરી ને બરાબર ધોઈ લો અને તેની તેની છાલ ઉતારી લો
2. હવે આ કેરી ને છીણી લો અને પછી તેમાં મીઠું મીક્ષ કરો અને ૧-૨ કલાક રહેવા દો
3. હવે આ કેરી ના છીણ ને સ્ટીલ ની એક મોટી તપેલી માં લો અને તેમાં ખાંડ મીક્ષ કરો અને તેને ૨-૫ મિનિટ સુધી હલાવો
4. હવે તપેલા ને ઢાંકી ને એક બાજુ એક દિવસ સુધી મૂકી દો
5. હવે આ કેરી ના છૂંદા ને હલાવો અને પછી તેની પર સફેદ અથવા તો બીજું કોઈ પણ સુતરાઉ કપડું બાંધી ને ઢાંકી દો
6. આ તપેલી ને ૬-૭ દિવસ સુધી તાપ માં (તડકા માં) મુકો રોજ એક વાર છૂંદા ને હલાવવું
7. બધી ખાંડ બરાબર ઓગળી જાય અને રસો એકદમ જાડો થઇ જાય પછી તાપ માં મૂકવું નહિ
8. તૈયાર છૂંદા માં લવિંગ, લાલ મરચું અને તજ મીક્ષ કરો
9. આ છૂંદા ને હવા ચુસ્ત બરણી માં ભરી લો
10. આ છૂંદો આખું વર્ષ સારો રહે છે

About Author of કેરી નો છૂંદો રેસીપી

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



  • Rohit Shah says:

    Can we mix jaggery in place of Sugar so can avoid to put in sun for a week time.

    • mm Ripal says:

      Yes. You can add jaggery but still, you have to place in the sun. There is another method to make without the sun. mix all the things and place it on gas and cook till all the sugar dissolve and become a thick consistency.

  • ગીતા says:

    છુંદા માં ખાંડ ના ઓગળે તો શું કરવું જોઈએ?

    • mm Ripal says:

      થોડું ગરમ કરી દેવું.ગેસ પર ખાંડ ઓગળે ત્યાં સુધી રાખી ને હલાવવું!

    • Anjali says:

      Khand thodi ogadvani Baki rahi Jay and 1 day sun ma muki didhu hoy to su karvu

      • mm Ripal says:

        હવે રોજ તાપ માં જ મુકવો. ખાંડ ઓગળી જશે. પણ રોજ હલાવતા રેહવું. અને છેલ્લે જો ખાંડ ના ઓગળે તો પછી ગેસ પર ગરમ કરવું.

  • Similar Posts
    Popular Posts