Om Bla Bla
Om Bla Bla

કાઠિયાવાડી લસણ ની ચટણી

kathiyawadi-lasan-ni-chatni
All

How to make કાઠિયાવાડી લસણ ની ચટણી ?

લસણ ની ચટણી એ કાઠિયાવાડ એટલે કે સૌરાષ્ટ્ર માં બહુ જ પ્રખ્યાત। ત્યાં સવાર હોય કે સાંજ લોકો જમવા સાથે લસણ ની ચટણી લઇ ને જ બેસે. વળી મોટા ભાગ ના શાક માં પણ આ જ લસણ ની ચટણી નો ઉપયોગ કરે. એમાં ઢોકળા હોય તો સીંગ તેલ માં આ લસણ ની ચટણી નાખી ને ખાવાની બહુ જ મજા આવે. આ લસણ ની ચટણી બધા ઘરે બનાવે અને પછી ડબ્બા માં ભરી લે. આ ચટણી ૧૫ દિવસ સુધી સારી રહે છે. જો તમને પણ આવી લસણ ની ચટણી ખાવાની મજા આવતી હોય અને ઈચ્છા થતી હોય તો આજે જ બનાવી ને ભરી લો આ લસણ ની ચટણી.
Preparation Time: ૫ મિનિટ

Ingredients for કાઠિયાવાડી લસણ ની ચટણી

# Ingredients
1. ૧ કપ લસણ, ફોલેલું
2. ૨ કપ લાલ મરચું
3. ૧/૨ ચમચી મીઠું
4. ૨ ચમચી તેલ

Steps of કાઠિયાવાડી લસણ ની ચટણી

# Steps
1. એક ખાંડની માં લસણ, લાલ મરચું પાઉડર, મીઠું મિક્સ કરી ખાંડી લો
2. લસણ બરાબર ખંડાય જાય એટલે તેમાં તેલ મિક્સ કરો
3. હવે આ લસણ ની ચટણી ને ડબ્બા માં ભરી લો
4. લસણ ની ચટણી ૧૫-૩૦ દિવસ સુધી સારી રહે છે

About Author of કાઠિયાવાડી લસણ ની ચટણી

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



Similar Posts
Popular Posts