Om Bla Bla
Om Bla Bla

જ્યુસી સેન્ડવીચ રેસીપી

juicy-sandwich
All

How to make જ્યુસી સેન્ડવીચ ?

બાળકો માટે શું જમવાનું બનાવવું એ હંમેશા ચિંતા નો પ્રશ્ન હોય. અમુક શાક ભાવે નહિ અને રોજ રોજ નવું શું બનાવવું. તમે ઘરે સેન્ડવિચ તો બનાવતા જ હશો ને. આજે અહીંયા હું રોજ ની સેન્ડવિચ કરતા એક અલગ જ સેન્ડવિચ ની રેસીપી લાવી છું. આ સેન્ડવિચ યુનિક છે અને સાથે સાથે સ્વાદિષ્ટ પણ બહુ જ છે. આ સેન્ડવિચ નું નામ છે જ્યુસી સેન્ડવિચ. આ સેન્ડવિચ બાળકો તો ઠીક પણ મોટા ને પણ બહુ જ ભાવશે. જો એક વાર તમે આ જ્યુસી સેન્ડવિચ બનાવશો તો આંગળા ચાંટતા રહી જશો. વળી આ સેન્ડવિચ બનાવતા બહુ વાર પણ નથી લાગતી. તો ફટાફટ જાણી લો આ નવી જ્યુસી સેન્ડવિચ બનાવવાની રીત અને કરી દો ઘર ના બધા ને ખુશ.
Preparation Time: ૧૫ મિનિટ
Cooking Time:
Serve:

Ingredients for જ્યુસી સેન્ડવીચ રેસીપી

# Ingredients
1. ૮ બ્રાઉન બ્રેડ અથવા સફેદ બ્રેડ
2. ૧/૨ પ્રોસેસ ચીઝ, ખમણેલું
3. ૫ ચમચી ચીઝ સ્પ્રેડ
4. ૪ ચમચી ક્રીમ
5. ૫ ચમચી મેયોનીઝ
6. ૧ કાકડી, સમારેલી
7. ૧ કેપ્સિકમ, સમારેલું
8. ૧/૨ ચમચી મરી પાઉડર
9. શેકવા માટે બટર
10. મીઠું સ્વાદ અનુસાર

Steps of જ્યુસી સેન્ડવીચ રેસીપી

# Steps
1. એક વાસણ માં કાકડી, કેપ્સિકમ, મેયોનીઝ, ક્રીમ, ચીઝસ્પ્રેડ, ચીઝ, મરી પાઉડર અને મીઠું મિક્ષ કરો
2. હવે ૪ બ્રેડ સ્લાઈસ લો અને તેમાં સરખા ભાગે બધું મિશ્રણ પાથરી દો
3. બીજી વધેલી ૪ બ્રેડ સ્લાઈસ થી આ ૪ બ્રેડ સ્લાઈસ ને ઢાંકી દો
4. આ સેન્ડવીચ ને બંને બાજુ બટર લગાવીને સેન્ડવીચ મશીન માં શેકી લો
5. ગ્રીલ સેન્ડવીચ ને વચ્ચે થી ત્રિકોણ આકાર માં કાપો અને ગરમ ગરમ સર્વ કરો

About Author of જ્યુસી સેન્ડવીચ રેસીપી

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



Similar Posts
Popular Posts