Om Bla Bla
Om Bla Bla

જલજીરા રેસીપી

All

How to make જલજીરા ?

ઉનાળા ની ગરમી માં ઠંડક આપે એવા પીણાં પીવાની બહુ ઈચ્છા થાય. તમે લીંબુ sharbat, વરિયાળી શરબત ને એવું બધું બનાવી ને તો પીતા જ હશો પણ હું અહીંયા એક સરસ અને બધા ને ભાવતું જલજીરા ની રેસીપી બતાવી રહી છું. બાળપણ માં અપડે જલજીરા બહુ ખાતા. સરસ ખાટું અને ચટપટતું એ જલજીરા બધા ને બહુ ભાવે. અહીંયા એ જલજીરા ઘરે જ બનાવ્યું છે અને આ બહુ સ્વાદિષ્ટ લાગે છે. તો ઉનાળા ની ગરમી માં બનાવો જલજીરા અને ગરમી ને કરી દો દૂર. તો ફટાફટ જાણી લો આ સ્વાદિષ્ટ જલજીરા બનાવવાની રીત.
Preparation Time: ૩-૫ મિનિટ
Cooking Time:
Serve:

Ingredients for જલજીરા રેસીપી

# Ingredients
1. ૨ ચમચી શેકેલા જીરું નો પાઉડર
2. ૨ ચમચી ફુદીનાની પેસ્ટ
3. ૧/૪ ચમચી કોથમીર ની પેસ્ટ
4. ૧ અને ૧/૨ ચમચી આમચૂર પાઉડર
5. ૧ ચમચી સંચરળ
6. ૩ ચમચી લીંબુ નો રસ
7. ૧/૪ ચમચી ખાંડ
8. ૫ કપ ઠંડુ પાણી
9. ૪-૫ ફુદીના ના પાન

Steps of જલજીરા રેસીપી

# Steps
1. એક વાસણ માં પાણી લો અને તેમાં ફુદીનાની પેસ્ટ, કોથમીર ની પેસ્ટ, શેકેલા જીરું નો પાઉડર, આમચૂર પાઉડર, સંચરળ, લીંબુ નો રસ, ખાંડ મીક્ષ કરો અને બરાબર હલાવો
2. તેમાં ફુદીના ના પણ ને સમારીને મીક્ષ કરો
3. હવે સર્વ કરવા ના ગ્લાસ માં કાઢી લો અને ઠંડુ ઠંડુ સર્વ કરો

About Author of જલજીરા રેસીપી

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



Similar Posts
Popular Posts