Om Bla Bla
Om Bla Bla

ગુંદા નો સંભારો રેસીપી

gundano-sambharo
All

How to make ગુંદા નો સંભારો રેસીપી ?

ઉનાળા માં અને અથાણાં કરવાની સીઝન માં ગુંદા બહુ આવે. આમ તો ગુંદા બહુ ચીકણા હોય પણ જો તેનો સંભારો, અથાણું કે શાક કરી ને ખાવા માં આવે તો એ બહુ સ્વાદિષ્ટ લાગે અને ચીકણા પણ ના લાગે. અથાણું તો મોટા ભાગે બધા બનાવતા જ હોય પણ સંભારો બહુ ઓછા લોકો બનાવતા હોય. અહીંયા મેં ગુંદા નો સંભારો બનાવની રીત બતાવી છે. જો તમે આ રીતે ગુંદા નો સંભારો બનાવશો તો ઘર ના બધા જ તમારા વખાણ કરશે. વળી આ ગુંદા નો સંભારો બની પણ જલ્દી જાય છે. ગુંદા એ હાડકા ને મજબૂત બનાવે છે. એટલે ગુંદા ની સીઝન માં ગુંદા ખાવા જ જોઈએ. તો આજે જ જાણી લો ગુંદા નો સંભારો બનાવની રીત અને ફટાફટ જલ્દી થી બનાવો આ ગુંદા નો સંભારો.

Ingredients for ગુંદા નો સંભારો રેસીપી

# Ingredients
1. ૨૫૦ ગ્રામ ગુંદા
2. ૨ ચમચી તેલ
3. ૧ ચામચી રાય
4. ૨ ચમચી મેથી નો પાઉડર
5. ૧ ચમચી લીંબુ નો રસ
6. ૧/૪ ચમચી હળદર
7. ૨-૩ લીલા મરચા, સમારેલા
8. મીઠું સ્વાદ અનુસાર

Steps of ગુંદા નો સંભારો રેસીપી

# Steps
1. ગુંદા ને ફોડી ને તેના બીયા કાઢી લો અને ગુંદા ના બે ભાગ કરી લો
2. હવે કડાઈ માં તેલ ગરમ કરો અને રાય નાખો
3. રાય ફૂટી જાય એટલે તેમાં લીલું મરચું, ગુંદા, હળદર અને મીઠું નાખી બરાબર મિક્ષ કરો
4. ગુંદા ને ૫-૭ મિનિટ સુધી ચડવા દો, વચ્ચે વચ્ચે હલાવતા રહેવું
5. પછી ગુંદા માં લીંબુ નો રસ નાખો અને ૨-૩ મિનિટ સુધી ગુંદા ચડવા દો
6. હવે ગુંદા માં મેથી નો ભૂકો મિક્ષ કરો અને ૧ મિનિટ સુધી રહેવા દો
7. પછી ગેસ બંધ કરી દો અને ગુંદા ને સર્વ કરવા ના બાઉલ માં કાઢી લો

About Author of ગુંદા નો સંભારો રેસીપી

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



Similar Posts
Popular Posts