Om Bla Bla
Om Bla Bla

ઘોટાલા પાણી પુરી રેસીપી

All

How to make ઘોટાલા પાણી પુરી ?

પાણીપુરી નામ સાંભળી ને જ મ્હોં માં પાણી આવી જાય. બધા ને જ પ્રિય હોય પાણીપુરી. હવે તો ઘણા બધા ફ્લેવર માં પાણીપુરી મળે છે. ઇન્ડિયા માં દરેક જગ્યા એ પાણીપુરી મળતી હોય છે અને અલ્લાહ અલગ જગ્યા એ અલગ અલગ નામ થી ઓળખાતી હોય છે. પણ પાણીપુરી ખાવી તો બધા ને જ ગમે છે. અહીંયા હું પાણીપુરી ની રેસીપી નથી બતાવી રહી પણ પાણીપુરી માંથી એક અલગ જ વસ્તુ બનાવી છે એ છે ઘોટાલા પાણીપુરી. આ એકદમ નવી અને અલગ જ વાનગી છે જે પાણુપુરી માંથી બનાવવામાં આવી છે. એક વાર તો જરૂર થી બનાવજો આ ઘોટાલા પાણીપુરી. તો ફટાફટ જાણી લો આ ઘોટાલા પાણીપુરી બનાવવાની રીત.
Preparation Time: ૧૦-૧૫ મિનિટ
Cooking Time:
Serve:

Ingredients for ઘોટાલા પાણી પુરી રેસીપી

# Ingredients
1. ૨ ચમચી તેલ
2. ૧ ડુંગળી, સમારેલી
3. ૩ ચમચી ટોમેટો કેચપ
4. ૨ ચમચી ટોમેટો પ્યુરી
5. ૨ ચમચી રેડ ચીલી સોસ
6. ૨ ચમચી ગ્રીન ચીલી સોસ
7. ૧/૪ ચમચી જીરું પાઉડર
8. ૧/૨ ચમચી ચાટ મસાલો
9. ૧/૨ ચમચી લાલ મરચું
10. ૧ ચમચી આંબલીની પેસ્ટ
11. ૨ ચમચી લીલી ચટણી
12. ૮-૧૦ પાણીપુરી ની પુરી
13. ૧ કપ ચણા, ખાંડેલા
14. ૨ બટાકા બાફેલા અને છૂંદેલા
15. ૧ કપ ફણગાવેલા કઠોળ
16. ૪ ચમચી ગળ્યું દહીં
17. ૨ ચમચી ખજૂર આંબલી ની ચટણી
18. સજાવવા માટે ઝીણી સેવ
19. મીઠું સ્વાદ અનુસાર

Steps of ઘોટાલા પાણી પુરી રેસીપી

# Steps
1. એક કઢાઈ માં તેલ ગરમ કરો અને તેમાં ડુંગળી ઉમેરો
2. ડુંગળી ને ૨-૩ મિનિટ સુધી સાંતળો
3. પછી તેમાં ટોમેટો પ્યુરી ઉમેરો અને ફરીથી ૩-૪ મિનિટ સુધી સાંતળો
4. હવે તેમાં ટોમેટો કેચપ, રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ મીક્ષ કરો
5. તેમાં જીરું પાઉડર, ચાટ મસાલો, મીઠું, લાલ મરચું અને આંબલી ની પેસ્ટ મીક્ષ કરો
6. તેમાં બાફેલા ચણા, બટાકા નો છૂંદો, ફણગાવેલા કઠોળ મીક્ષ કરો અને મિશ્રણ ને ૨-૩ મિનિટ સુધી શેકવા દો
7. હવે એક ડીશ લો અને તેમાં આ ઘોટાલા મિશ્રણ નાખો પછી તેની પર ગળ્યું દહીં, ખજૂર આંબલી ની ચટણી લીલી ચટણી, પુરી નો હાથ થી ભુક્કો કરીને એ ભુક્કો અને સેવ ઉમેરો
8. હવે ઉપર ચાટ મસાલો ભભરાવો અને સર્વ કરો

About Author of ઘોટાલા પાણી પુરી રેસીપી

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



Similar Posts
Popular Posts