Om Bla Bla
Om Bla Bla

ગાજર નું અથાણું

gajar-nu-athanu

How to make ગાજર નું અથાણું ?

શિયાળા માં ગાજર બહુ આવે. બધા ઉનાળા માં કેરી ના અથાણાં માં નાખવા માથે ગાજર સુકવી લે. પછી એ ગાજર નો ઉપયોગ અથાણાં માં નાખવા કરે. પણ લીલા ગાજર માંથી જે અથાણું બનવા માં આવે છે. તે બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. રોજ જમવા જોડે અને સવારે પરોઠા કે ભાખરી જોડે પણ આ ગાજર નું અથાણું ખાવાની બહુ મજા આવે છે. તમે પણ ચોક્કસ થી બનાવજો આ ગાજર નું અથાણું.
Preparation Time: ૨૦ મિનિટ

Ingredients for ગાજર નું અથાણું

# Ingredients
1. ૫૦૦ ગ્રામ ગાજર (દેશી ગાજર હોય તો વધુ સારું)
2. ૧ ચમચી વરિયાળી
3. ૧ ચમચી લીંબુ નો રસ
4. ૧/૪ કપ આખી રાય
5. ૧/૪ ચમચી હળદર
6. ૨ ચમચી તેલ
7. ૨ લીલા મરચા, સમારેલા
8. મીઠું સ્વાદ અનુસાર

Steps of ગાજર નું અથાણું

# Steps
1. ગાજર ને ધોઈ ને તેની છાલ ઉતારી દો
2. હવે ગાજર ના ૧ ઇંચ જેટલા લાંબા ટુકડા કરી લો
3. એક વાસણ માં ગાજર માં પૂરતું મીઠું નાખી ને ૪-૫ કલાક માટે રેવા દો
4. પછી ગાજર ને તાપ માં ૨-૩ કલાક માટે સુકવી દો
5. હવે આ થોડા સુકાયેલા ગાજર એક વાસણ માં લો
6. આખી રાય ને ખંડણી માં અધકચરી ખાંડી લો
7. પછી અધકચરી ખાંડેલી રાય, લીંબુ નો રસ, વરિયાળી, હળદર, લીલા મરચા, તેલ બધું ગાજર માં મિક્ષ કરો
8. ગાજર ને હવાચુસ્ત ડબ્બા માં ભરી લો
9. આ ગાજર નું અથાણું ફ્રીઝ માં રાખવા થી આખું વર્ષ સારું રહે છે.

About Author of ગાજર નું અથાણું

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



Similar Posts
Popular Posts