Om Bla Bla
Om Bla Bla

દહીંથરા રેસીપી

All

How to make દહીંથરા ?

દહીંથરા દહીંથરા પુરી એક લોકપ્રિય સુરતી ગુજરાતી રેસીપી છે. જે લગ્ન જેવા વિશેષ પ્રસંગે શ્રીખંડ સાથે સર્વ કરવામાં આવે છે. મેં દહીંથરા ને શ્રેષ્ઠ બનાવવા માટે રેસીપીમાં થોડો ફેરફાર કર્યો છે તેથી હું લેખિત રેસીપીને અનુસરવાની ભલામણ કરું છું. દહીંથરા એ પહેલા ના સમય ની એકદમ જૂની અને જાણીતી રેસીપી છે તો જાણો કેવી રીતે બને છે પરંપરા થી ચાલી આવતી આ રેસિપી દહીંથરા અને આજે જ બનાવો અને કહો કેવી લાગી..
Preparation Time: ૧૦ મિનિટ
Cooking Time:
Serve:

Ingredients for દહીંથરા રેસીપી

# Ingredients
1. 1 કપ મેંદો,
2. 2 ટેબલ સ્પૂન રવો,
3. 2 ટેબલ સ્પૂન ગરમ ઘી,
4. 2 ટેબલ સ્પૂન તાજી મલાઈ,
5. ¼ કપ દૂધ,
6. તળવા માટે ઘી.

Steps of દહીંથરા રેસીપી

# Steps
1. એક વાસણમાં મેંદો, રવો, ઘીનું મોણ અને મલાઈ લઈ મિક્સ કરો, થોડું થોડું દૂધ લઇ કઠણ લોટ બાંધીલો,
2. લીંબુ જેટલો લુવો લઈ હાથેથી મોટો કરીલો, પાટલા પર પણ વણાય, થોડા ભરેલા રાખવાના
3. ઉપર થોડા કાપા પાડવા, ગરમ ઘી માં ધીમા થી મધ્યમ તાપે ગુલાબી રંગના તળી લેવા

About Author of દહીંથરા રેસીપી

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



Similar Posts
Popular Posts