Om Bla Bla
Om Bla Bla

રેસ્ટોરન્ટ સ્ટાઇલ કોર્ન સુપ રેસિપી

How to make રેસ્ટોરન્ટ સ્ટાઇલ કોર્ન સુપ ?

ગરમા ગરમ સુપ પીવાની ખુબ જ મજા આવે છે. અને સુપ તો બધાને ખુબ જ ભાવે છે. તો ચાલો જોઈ લઈએ સ્વિટકોર્ન સુપ ની રેસિપી.
Preparation Time: ૧૦ મિનિટ
Cooking Time:

Ingredients for રેસ્ટોરન્ટ સ્ટાઇલ કોર્ન સુપ રેસિપી

# Ingredients
1. ૧ કપ - સ્વિટકોર્ન
2. ૧/૨ નંગ - ગાજર, ઝીણું સમારેલું
3. ૧ નંગ - મરચું, ઝીણું સમારેલું
4. ૨ થી ૩ નંગ - લસણ ની કળી, ઝીણી સમારેલી
5. ૨ થી ૪ નંગ - લીલી ડુંગળી, ઝીણી સમારેલી
6. ૧ ઇંચ - આદુ, ખમણેલું
7. બટર જરૂર મુજબ
8. મીઠું સ્વાદ અનુસાર
9. ૧ ચમચી - કોર્નફ્લોર
10. ૨ ચમચી - ખાંડ
11. મરી પાઉડર સ્વાદ અનુસાર
12. ૨ ચમચી - મલાઈ
13. ૧ ચપટી - આજીનો મોટો
14. ૧ લીટર - પાણી

Steps of રેસ્ટોરન્ટ સ્ટાઇલ કોર્ન સુપ રેસિપી

# Steps
1. સૌ પ્રથમ એક કઢાઈ માં એક થી બે ચમચી બટર ગરમ કરવું.
2. તેમાં ગાજર, લીલી ડુંગળી, લસણ, આદુ, મરચું એડ કરવા.
3. આ એડ કરેલી સામગ્રી ને સેલો ફ્રાઈ કરવા.
4. ત્યાર બાદ મકાઈ ના દાણા ને એક મિક્ષર જાર માં લઇ ક્રશ કરી પેસ્ટ તૈયાર કરવી.
5. કઢાઈ માં પાણી એડ કરવું.
6. આ પાણી માં મરી પાઉડર, મીઠું તથા ૨ ચમચી ખાંડ અને ૧ ચપટી આજીનો મોટો એડ કરવા.
7. ત્યાર બાદ પાણી ને વ્યવસ્થિત ગરમ થવા દેવું એટલે કે ઉકળવા દેવું.
8. પાણી ગરમ થાય એટલે તેમાં મકાઈ ની પેસ્ટ એડ કરવી.
9. ત્યાર બાદ તેને થોડું ઉકળવા દેવું.
10. તેમાં ૨ ચમચી મલાઈ એડ કરવી.
11. ત્યાર બાદ સુપ માં એક ચમચી કોર્નફ્લોર ઠંડા પાણી માં ઓગાળીને એડ કરવો.
12. આ સુપ ને ૧૦ થી ૧૨ મિનિટ ઉકળવા દેવો ત્યાર બાદ સુપ તૈયાર થઇ જશે.
13. બસ તો તૈયાર છે રેસ્ટોરન્ટ સ્ટાઇલ સ્વીટ કોર્ન સુપ. તેને સર્વિંગ બાઉલ માં કાઢી લો.

About Author of રેસ્ટોરન્ટ સ્ટાઇલ કોર્ન સુપ રેસિપી

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



Similar Posts
Popular Posts