Om Bla Bla
Om Bla Bla

ચણા ચાટ રેસિપી

chana-chat
All

How to make ચણા ચાટ ?

ચાટ એ બધા ની જ પ્રિય વાનગી છે. ચાટ કોને ના ભાવે? બધા ને જ બહુ ભાવે. ઘણા બધા ચાટ બનાવવા માટે બહુ મેહનત કરવી પડતી હોય છે. જયારે ચાટ ખાવાની ઈચ્છા થાય અને તરત જ બનાવી ને ખાવા મળે તો કેવી મજા આવે. હું અહીંયા એક એવી જ ચાટ ની રેસીપી બતાવી રહી છું અને એ છે ચણા ચાટ રેસીપી. બાફેલા ચણા માંથી ફટાફટ ને થોડી જ વાર માં આ ચાટ બની જાય છે એની માટે વધારે મેહનત પણ નથી કરવી પડતી. એમાં તમે તમારી પસંદગી ની વસ્તુ પણ ઉમેરી શકો છો. ઘણી વાર બાફેલા ચણા વધી પણ જતા હોય છે તો તમે તેમાંથી પણ બીજા દિવસે આ રીતે ચણા ચાટ બનાવી શકો છો. તો ફટાફટ જાણી લો ચણા ચાટ બનાવાની રીત અને ઘરે જલ્દી થી બનાવી લો આ ચણા ચાટ.
Preparation Time: ૧૦ મિનિટ
Cooking Time:
Serve:

Ingredients for ચણા ચાટ રેસિપી

# Ingredients
1. ૨ કપ બાફેલા કાબુલી ચણા
2. ૧ મધ્યમ બાફેલું બટાકુ, સમારેલું
3. ૧ નાની ડુંગળી, સમારેલી
4. ૧ મધ્યમ ટામેટું, સમારેલું
5. ૨ ચમચી લીલી કોથમીર, સમારેલી
6. ૧ લીલું મરચું સમારેલું
7. ૧/૨ ચમચી ચાટ મસાલો
8. ૧/૨ ચમચી લાલ મરચું
9. ૧ ચમચી લીંબુ નો રસ
10. ૨ ચમચી ખજૂર- આમલી ની ચટણી અથવા સ્વાદ અનુસાર
11. ૧ ચમચી લીલી ચટણી અથવા સ્વાદ અનુસાર
12. ૨ ચમચી ઝીણી સેવ
13. મીઠું સ્વાદ અનુસાર

Steps of ચણા ચાટ રેસિપી

# Steps
1. એક વાસણ માં બાફેલા ચણા લો અને તેને બરાબર હલાવો જેથી થોડા ચણા દબાઈ જાય.
2. હવે તેમાં બટાકા ના ટુકડા, ડુંગળી, ટામેટું, કોથમીર, લીલા માર્ચ મીક્ષ કરો
3. પછી તેમાં ચાટ મસાલો, લાલ મરચું અને મીઠું મીક્ષ કરો
4. હવે તેમાં સ્વાદ અનુસાર ખજૂર આંબલી ની ચટણી , લીલી ચટણી અને લીંબુ નો રસ મીક્ષ કરો
5. હવે તેમાં ઉપર ઝીણી સેવ ભભરાવો અને થોડી કોથમીર ભભરાવો
6. તૈયાર છે સ્વાદિષ્ટ ચણા ચાટ ( આમાં તમે ઈચ્છો તો ફરસી પુરી ના ટુકડા પણ મીક્ષ કરી શકો છો)

About Author of ચણા ચાટ રેસિપી

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



Similar Posts
Popular Posts