Om Bla Bla
Om Bla Bla

બટાકા પૌઆ રેસીપી

All

How to make બટાકા પૌઆ ?

બટાકા પૌઆ એ ગુજરાતી રેસીપી છે, જે સવારે નાસ્તા માટે બનાવાય છે. આમ તો બધા બટાકા પૌઆ બનાવતા જ હોય પણ ઘણી વાર એવું થાય કે બહાર જેવા ટેસ્ટી બટાકા પૌવા નથી બનતા. અહીં બટાકા પૌઆ બનાવની વિગત વાર રીત આપી છે. જો તમે અહીં બતાવેલી રીત થી બટાકા પૌઆ બનાવશો તો બહાર જેવા એકદમ સ્વાદિષ્ટ બટાકા પૌઆ બનશે અને બધા તમારા વખાણ તો કરશે જ. તો આજે જ જાણી લો બહાર જેવા સ્વાદિષ્ટ બટાકા પૌઆ બનાવાની રીત.
Preparation Time: ૧૦ મિનિટ
Cooking Time:
Serve:

Ingredients for બટાકા પૌઆ રેસીપી

# Ingredients
1. ૨ કપ પૌઆ
2. ૧ મોટું બાફેલું બટાકુ, સમારેલું
3. ૧ મધ્યમ ડુંગળી, સમારેલી
4. ૧ લીલું મરચું, સમારેલું
5. ૧ નાનું ટમેટું, સમારેલું
6. ૨ ચમચી તલ
7. ૧/૨ ચમચી રાય
8. ૧/૨ ચમચી હિંગ
9. ૧/૨ ચમચી હળદર
10. ૭-૮ મીઠા લીમડા ના પાન
11. ૨ ચમચી સીંગદાણા
12. ૧ ચમચી ખાંડ
13. ૨ ચમચી લીલી કોથમીર, સમારેલી
14. મીઠું સ્વાદ અનુસાર

Steps of બટાકા પૌઆ રેસીપી

# Steps
1. પૌઆ ને એક ચારણી અથવા તો કાણા વાળા વાસણ માં લો.
2. અને પૌઆ પોચા થઇ જાય ત્યાં સુધી પાણી માં ધોવો.
3. તેમાંથી બધું પાણી નિતારીને એક બાજુ મૂકી દો.
4. હવે એક કઢાઈ માં તેલ ગરમ કરો તેમાં રાય નાખો.
5. રાય ફૂટી જાય એટલે તેમાં સીંગદાણા, લીમડો, લીલા મરચા અને હિંગ નાખો અને એક મિનિટ માટે સાંતળો
6. પછી તેમાં ડુંગળી ઉમેરો અને તેને ૩-૪ મિનિટ સુધી સાંતળો
7. ડુંગળી સંતળાય જાય પછી તેમાં હળદર, મીઠું અને ટામેટા ઉમેરો
8. ટામેટા ને એક મિનિટ સુધી સાંતળો પછી તેમાં બટાકા ઉમેરો અને પછી ૧ મિનિટ સુધી ચડવા દો
9. હવે તેમાં પલાળેલા પૌઆ, ખાંડ અને મીઠું ઉમેરો અને બરાબર મિક્સ કરો
10. પૌઆ ગરમ થઇ જાય એટલે ગેસ બંધ કરી દો અને ઉપર થી કોથમીર મિક્સ કરો
11. હવે પૌઆ ને ડીશ માં લો અને તેની પર ઝીણી સેવ અને દાડમ ના દાણા નાખી ને સર્વ કરો

About Author of બટાકા પૌઆ રેસીપી

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



  • Kamal gandhi says:

    My wife is maharashtrian ..and i am gujrathi ..thats why i miss gujrati dishes , can you plz send me a recipe in hindi, marathi or english plz …

  • Similar Posts
    Popular Posts