Om Bla Bla
Om Bla Bla

અમેરિકન કોર્ન સલાડ રેસિપી

How to make અમેરિકન કોર્ન સલાડ ?

બાળક હોય કે મોટા સલાડ ખાવું બધાને પસંદ નથી હોતું. આ તો મોટાનું માની ને બાળકો મોઢું બગાડી ને ખાય. અથવા બનાવેલું બગડે નહિ એટલે મોટા ખાય. પરંતુ આજે અમેરિકન મકાઈ નું સલાડ ની રેસિપી લઇ ને આવું છું જે સૌ કોઈ ને ખાવું ભાવશે. તો પછી ચાલો નોંધી લઈએ તેની રેસિપી.
Preparation Time: ૧૦ મિનિટ

Ingredients for અમેરિકન કોર્ન સલાડ રેસિપી

# Ingredients
1. ૧ બાઉલ - બાફેલી અમેરિકન મકાઈ ના દાણા
2. ૧ નંગ - ઝીણી સમારેલી કાકડી
3. ૧ નંગ - ઝીણું સમારેલું ટામેટું
4. ૧ નંગ - ડુંગળી
5. ૧/૨ નંગ - કેપ્સિકમ
6. ૧ નંગ - લીલું મરચું ઝીણું સમારેલું
7. ૨ થી ૩ ચમચી - ઝીણી સુધારેલી કોથમીર
8. સ્વાદ પ્રમાણે - મરી પાઉડર
9. સ્વાદ પ્રમાણે - મીઠું
10. ૧ નંગ - લીંબુ
11. ૨ ચમચી - સલાડ ઓઇલ (ઓલીવઓઇલ) (ન હોય તો ચાલે, ઓપ્શનલ છે)

Steps of અમેરિકન કોર્ન સલાડ રેસિપી

# Steps
1. સૌ પ્રથમ મકાઈ ન દાણા કાઢી ને બાફી લેવા.
2. એક બાઉલ માં બાફેલા દાણા લો.
3. આ બાઉલ માં ઝીણું સમારેલું ટમેટુ, ડુંગળી તથા કેપ્સિકમ એડ કરવા.
4. આ બાઉલ માં ઝીણું સમારેલું લીલું મરચું તથા કોથમીર એડ કરવા.
5. હવે બાઉલ ની અંદર ની સામગ્રી માં મરી પાઉડર, મીઠું, ૧ લીંબુ નો રસ તથા ઓલિવ ઓઇલ એડ કરવું.
6. આ બધી જ સામગ્રી ને વ્યવસ્થિત મીક્ષ કરવી.
7. બસ તો તૈયાર છે અમેરિકન મકાઈ નું સલાડ.
8. આ સલાડ ને એક સર્વિંગ બાઉલ માં લઇ લો.
9. બસ લો તૈયાર છે જલદી બને તેવું મકાઈ નું સલાડ. આ સલાડ નાના મોટા સૌ ખુબ જ મજા લઈને ખાશે.
10. તો આજે જ બનાવો અને કેવું હતું તે કમેન્ટ માં જણાવો.

About Author of અમેરિકન કોર્ન સલાડ રેસિપી

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



Similar Posts
Popular Posts