Om Bla Bla
Om Bla Bla

અળસી અને લસણ ની ચટણી રેસીપી

alsi-lasan-ni-chatni
All

How to make અળસી અને લસણ ની ચટણી ?

સવાર નો નાસ્તો હોય કે જમવાનું હોય, જમવા જોડે ચટણી હોય તો જમવા ની મજા આવી જાય. અલગ અલગ જાત ની ચટણી હોય તો તો વધારે જ મજા આવે. એટલે જ હું અહીંયા એક એવી જ ચટણી ની રેસીપી લઇ ને આવી છું એ છે અળસી અને લસણ ની ચટણી. અળસી એ બહુ જ સારો પૌષ્ટિક આહાર છે. અળસી આપણા શરીર માટે બહુ જ ઉપયોગી છે એટલે રોજ એક ચમચી અળસી તો ખાવી જ જોઈએ. તમે મુખવાસ માં પણ અળસી તો ખાતા જ હશો પણ ઓ ના ભાવતી હોય તો આ રીતે ચટણી બનાવી ને પણ ખાઈ શકાય છે. આ અળસી અને લસણ ની ચટણી બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. થેપલા, પરાઠા , ભાખરી કે ભાત જોડે ખાવાની બહુ જ મજા આવે છે. તો જાણી લો અળસી નો મુખવાસ બનાવવાની રીત.
Preparation Time: ૫ મિનિટ
Cooking Time:
Serve:

Ingredients for અળસી અને લસણ ની ચટણી રેસીપી

# Ingredients
1. ૧ કપ અળસી
2. ૩ ચમચી તલ
3. ૧૦ કળી લસણ સમારેલું
4. ૮-૧૦ સૂકા લાલ મરચા
5. ૨ ચમચી તેલ (તલ નું તેલ હોય તો વધારે સારું)
6. મીઠું સ્વાદ અનુસાર

Steps of અળસી અને લસણ ની ચટણી રેસીપી

# Steps
1. એક કઢાઈ માં તેલ ગરમ કરો અને તેમાં લસણ અને સૂકા લાલ મરચા ઉમેરો.
2. લસણ આછા સોનેરી રંગ નું થાય ત્યાં સુધી સાંતળો.
3. હવે તેમાં તલ ઉમેરો અને તલ ફૂટી જાય પછી તેમાં અળસી ઉમેરો અને ૧-૨ મિનિટ સુધી સાંતળો.
4. હવે ગેસ બંધ કરી દો અને તેમાં મીઠું મીક્ષ કરો.
5. હવે મિશ્રણ ને ઠંડુ પાડવા દોં
6. મિશ્રણ ઠંડુ થઇ જાય પછી તેને મીક્ષર જાર માં લો અને અધકચરું પીસી લો અને ચટણી તૈયાર કરી લો.
7. ચટણી ને બરણી માં ભરી લો.

About Author of અળસી અને લસણ ની ચટણી રેસીપી

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



Similar Posts
Popular Posts