Om Bla Bla
Om Bla Bla

આચારી આલુ રેસીપી

achari-aloo-shak
All

How to make આચારી આલુ ?

બટાકા એટલે કે આલૂ બધા ના જ પ્રિય હોય. નાના બાળકો થી માંડી ને મોટા લોકો સુધી બધા ને બટાકા નું શાક બહુ ભાવે. પણ રોજ એક નું એક બટાકા નું શાક બનવાનું. કોઈક વાર નવું અલગ બટાકા નું શાક પણ બનાવાય. અત્યારે અથાણાં ની સીઝન છે તો એમાં અથાણાં વાળું કોઈક બટાકા નું શાક બનાવી એ તો. હા હું અથાણાં વાળા બટાકા ના શાક ની જ વાત કરું છું એ છે આચારી આલૂ રેસીપી. એમાં મેં અથાણાં નો ઉપયોગ કરી ને આચરી આલૂ શાક બનાવ્યું છે. એમાં તમે અથાણું ક્રશ કરી ને પણ નાખી શકો છો અને જોઈએ તો એમને એમ પણ નાખી શકો છો. સ્વાદ માં આ આચારી આલૂ શાક બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને કંઈક અલગ પણ લાગે છે. તો આજે જ જાણી લો આ આચારી આલૂ બનાવની રીત. રોજ ના એક ના એક બટાકા ના શાક કરતા બનાવો કંઈક અલગ આચારી આલૂ શાક.
Preparation Time: ૨-૩ મિનિટ
Cooking Time:
Serve:

Ingredients for આચારી આલુ રેસીપી

# Ingredients
1. ૨ મધ્યમ બાફેલા બટાકા, સમારેલા
2. ૧ ચમચી રાય નું તેલ
3. ૧ ચમચી આદુ, સમારેલું
4. ૧ ચમચી ધાણાજીરું
5. ૧/૨ ચમચી લાલ મરચું
6. ૧ ચમચી કેરી નું અથાણું
7. ૧ ચમચી કોથમીર, સમારેલી
8. ૧/૨ ચમચી જીરું
9. મીઠું સ્વાદ અનુસાર

Steps of આચારી આલુ રેસીપી

# Steps
1. એક કડાઈ માં તેલ ગરમ કરો
2. તેલ ગરમ થઇ જાય એટલે તેમાં જીરું અને આદુ ઉમેરો
3. આદુ શેકાય જાય એટલે તેમાં બટાકા મિક્ષ કરો
4. હવે તેમાં લાલ મરચું, ધાણાજીરું, કેરી નું અથાણું (પીસી ને નાખવું હોય તો વધારે સારું) અને મીઠું મિક્ષ કરો અને ૨-૩ મિનિટ હલાવો
5. પછી કોથમીર મિક્ષ કરો અને ગરમ ગરમ સર્વ કરો

About Author of આચારી આલુ રેસીપી

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



Similar Posts
Popular Posts