Om Bla Bla
Om Bla Bla

સ્પેશિયલ કેસર ચા નો મસાલો

સવાર સવાર મા જો ગરમા ગરમ કડક મીઠી ચા મળી જાય તો પછી બીજુ શુ જોઇએ અને તેમા પણ જો સ્પેશિયલ મસાલા વાળી ચા હોય તો તો ડબલ મજા આવી જાય, મિત્રો આપણા ગુજરાતી ઓ ને  વિવિધ પ્રકારની ચા પીવાની ટેવ હોય છે,આદુ,ફુદીનાની,એલચી વાળી, સુંઠ વાળી વગેરે વગેરેઆજ હું એક સ્પેશિયલ મસાલા ની રેસીપી લાવી છું જે વિવિધ પ્રકારના તેજાના સાથે કેસર ઉમેરી ને બનાવવામાં છે જેને ચા સાથે ઉમેરવા થી તેનો સ્વાદ બમણો થઈ જાય છે તો ચાલો આજ નોંધી લો આ મસાલા ની રેસીપી

How to make સ્પેશિયલ કેસર ચા નો મસાલો ?

Preparation Time: 30 મિનીટ
Cooking Time:
Serve: 50 કપ ચા

Ingredients for સ્પેશિયલ કેસર ચા નો મસાલો

# Ingredients
1. 1 કપ એલચી
2. 1/4 લવીંગ
3. 1/4 કપ તજ
4. 2 ટેબલસ્પૂન જાવંત્રી
5. 1 ટેબલસ્પૂન મરી
6. 1 કપ સુંઠ પાવડર
7. 1 ગ્રામ કેસર

Steps of સ્પેશિયલ કેસર ચા નો મસાલો

# Steps
1. સૌ પ્રથમ એક પેન માં એલચી ને 2-3 મિનિટ સુધી ધીમા તાપે શેકી લો
2. ત્યાર બાદ તે જ પેન મા લવીંગ ને પણ એવી જ રીતે શેકી લો
3. ત્યાર બાદ તજ ને 2-3 મિનિટ સુધી શેકી લો
4. ત્યાર બાદ જાવંત્રી ને પણ શેકી લો
5. ત્યાર બાદ આ બધા તેજાના ને મિકસર ના જાર મા લઇ લો
6. તેમા 1 ટેબલસ્પૂન મરી અને કેસર ઉમેરી તેને બારિક પીસી લો
7. ત્યાર બાદ તેમાં સુંઠ નો પાવડર ઉમેરી ને તેને ફરીથી પીસી લો
8. હવે તૈયાર છે સ્પેશિયલ કેસર ચાય મસાલો તેને એક એરટાઇટ ડબામાં પેક કરી લો

Video of સ્પેશિયલ કેસર ચા નો મસાલો

About Author of સ્પેશિયલ કેસર ચા નો મસાલો

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



Similar Posts
Popular Posts