પાઈનેપલ સેન્ડવીચ રેસીપી

How to make પાઈનેપલ સેન્ડવીચ ?
તમે હંમેશા વેજ સેન્ડવિચ, બટાકા ની સેન્ડવિચ તો ખાતા જ હશો. પણ કોઈક વાર નવી સેન્ડવિચ પણ ખાવા ની મજા આવે અને વળી ફટાફટ બની જાય એવી હોય તો વધારે મજા આવે. એટલે જ હું ફટાફટ બની જાય એવી પાઈનેપલ સેન્ડવિચ ની રેસીપી બતાવી રહી છું. બાળકો માટે નાસ્તા માં કે ટિફિન માં ભરી આપવા માટે પણ બેસ્ટ ઓપ્શન છે. આ બનાવા માટે વધારે સમય પણ નથી લાગતો. તો હવે ઘરે જ ૫ મિનિટ માં બનાવો મ્હોં માં પાણી આવી જાય એવી પાઈનેપલ સેન્ડવિચ.
Preparation Time: ૫ મિનિટ |
Ingredients for પાઈનેપલ સેન્ડવીચ રેસીપી
# | Ingredients |
---|---|
1. | ૨ બ્રેડ સ્લાઈસ |
2. | બટર |
3. | પાઈનેપલ જામ |
4. | ૨-૩ કેન્ડ પાઈનેપલ સ્લાઈસ |
5. | ૩/૪ કપ પ્રોસેસ ચીઝ, ખમણેલું |
Steps of પાઈનેપલ સેન્ડવીચ રેસીપી
# | Steps |
---|---|
1. | બંને બ્રેડ માંથી આજુ બાજુ ની કિનારીઓ કાપી લો |
2. | હવે બંને બ્રેડ પર બટર અને પાઈનેપલ જામ લગાવો |
3. | એક સ્લાઈસ લો અને તેના પર પાઈનેપલ ની સ્લાઈસ ગોઠવો |
4. | પછી તેના પર ખમણેલું પ્રોસેસ ચીઝ નાખો |
5. | બીજી બ્રેડ સ્લાઈસ વડે તેને ઢાંકી દો |
6. | તૈયાર છે પાઈનેપલ સેન્ડવિચ |
Similar Posts
Popular Posts
Have something to add? Share it in the comments.