કેરી નું ખાટુ અથાણું રેસિપી
How to make કેરી નું ખાટુ અથાણું ?
Ingredients for કેરી નું ખાટુ અથાણું રેસિપી
| # | Ingredients |
|---|---|
| 1. | ૧ કિલો કાચી રાજાપુરી કેરી |
| 2. | ૨૦૦ ગ્રામ મેથી ના કુરિયા |
| 3. | ૧૦૦ ગ્રામ રાય ના કુરિયા |
| 4. | ૨૦ ગ્રામ વરિયાળી |
| 5. | એક ચમચી હિંગ |
| 6. | ૩ ચમચી હળદર |
| 7. | બે મોટા ચમચા લાલ મરચું પાઉડર |
| 8. | ૧૫૦ ગ્રામ મીઠું |
| 9. | ૨૫૦ ગ્રામ તેલ |
Steps of કેરી નું ખાટુ અથાણું રેસિપી
| # | Steps |
|---|---|
| 1. | સૌથી પહેલા કેરી ને ધોઈ ને સાફ કરી ટુકડા કરવા |
| 2. | તેમાં એક ચમચી હળદર અને ૧૦૦ ગ્રામ મીઠું નાખી ને બરાબર મિક્સ કરીને એક પ્લાસ્ટિક ના વાસણ માં આખી રાત રાખી મૂકવું |
| 3. | સવારે કેરી નું પાણી છૂટી ગયું હશે |
| 4. | તેમાંથી કેરી ના ટુકડા બહાર કાઢી ને કોટન ના કપડાં પર પાથરી દેવા |
| 5. | ઘર માં જ ચાર- પાંચ કલાક સુકવવા |
| 6. | કેરી માંથી પાણી સુકાઈ જવા દેવું |
| 7. | મસાલો બનાવવા ની રીત:- |
| 8. | એક પહોળા વાસણ માં રાય ના કુરિયા પાથરવા વચ્ચે મેથી ના કુરિયા પાથરવા તેની વચ્ચે એક ચમચી હિંગ મુકવી |
| 9. | થોડું તેલ ગરમ કરવા મૂકવું |
| 10. | તેલ બરાબર ગરમ થયા પછી થોડું ઠંડુ થાય એટલે હિંગ ઉપર રેડી મસાલો થોડી વાર ઢાંકી દેવો |
| 11. | થોડી વાર પછી તેની ઉપર હળદર અને લાલ મરચું નાખી બધું મિક્સ કરવું |
| 12. | પછી તેમાં મીઠું અને વરિયાળી નાખી ભેળવવું |
| 13. | ચાર પાંચ કલાક કેરી ના ટુકડા સુકાઈ ગયા પછી ઉપર ના મસાલા માં ભેળવી દેવા |
| 14. | અને એક દિવસ બહાર રાખવું |
| 15. | બાકી નું તેલ બરાબર ગરમ કરી ઠંડુ પડે એટલે - અથાણું બરણી માં ભરી ઉપર તેલ રેડવું |
| 16. | અથાણું ડૂબે એટલું તેલ નાખવું |
| 17. | અને અઠવાડિયા પછી ખાવા ના ઉપયોગ માં લેવું |
Similar Posts
Popular Posts




Have something to add? Share it in the comments.