ઘારી રેસીપી

How to make ઘારી ?
સુરતી નું જમણ બહુ વખણાય. સુરત માં એક પ્રખ્યાત મીઠાઈ મળે છે જેનું નામ છે ઘારી. ઘારી એ સુરત ની પ્રખ્યાત મીઠાઈ છે જે બધા ને બહુ ભાવે છે. સુરત સિવાય બહાર બીજે આ ઘારી બહુ ઓછી મળે. વળી બજાર માં મળતી ઘારી માં ઘી પણ બહુ જ હોય એના લીધી પણ ઘણા લોકો ઓછી ભાવતી હોય છે. અહીંયા એ જ પરંપરાગત ઘારી ની રેસીપી હું બતાવી રહી છું. એકે વાર તમે ઘરે જરૂર થી આ રીતે ઘારી બનાવજો.
Preparation Time: ૨૦ મિનિટ |
Cooking Time: |
Serve: ૪ |
Ingredients for ઘારી રેસીપી
# | Ingredients |
---|---|
1. | 100 ગ્રામ દૂધ નો માવો |
2. | બદામ, કાજુ, પિસ્તા, અખરોટ બધું 1-1 ટેબલ સ્પૂન |
3. | કેસર 8 પાંદડી |
4. | ¼ ચમચી જાયફળ |
5. | ¼ ચમચી એલચી પાઉડર |
6. | 3 મોટા ચમચા બુરું |
7. | 1 કપ મેંદો |
8. | 3 ટેબલ સ્પૂન તેલ |
9. | પાણી અથવા દૂધ |
10. | તળવા અને છેલ્લે ઘારી પર રેડવા શુધ્ધ ઘી |
11. | સજાવટ માટે પિસ્તા. |
Steps of ઘારી રેસીપી
# | Steps |
---|---|
1. | મેંદા માં મોણ નાખી, દૂધ અથવા પાણી થી કઠણ લોટ બાંધી લો, |
2. | બધા ડ્રાઇ ફ્રુટ, કેસર, જાયફળ, એલચી,અને ખાંડ બધું મિક્સર માં ક્રશ કરી લો, |
3. | માવા ને કોરો જ 4 મિનિટ શેકી લો, |
4. | માવો અને ડ્રાઇ ફ્રુટ વગેરે નો ભુકો ભેળવી લો, |
5. | લોટ માં થી મધ્યમ લૂવો લઈ પુરી વણી, અંદર માવા વાળુ પૂરણ ભરી બંદ કરીલો, |
6. | ઉપર જે વધારાનો લોટ લાગે તે છરી થી કાપી લો, |
7. | ઘી માં ગુલાબી રંગ ની ધીમા તાપે તળી લો, |
8. | બધી ઘારી એક નાની થાળીમાં ગોઠવી ઉપર ગરમ ઘી રેડી 7 કલાક ઠરવા દો. |
9. | પિસ્તા થી સજાવો. |
10. | એકલી પીસ્તી(ઝીણા પિસ્તા) અને માવા ની સુરતી ઘારી પણ થાય, પીસ્તી થી ઘારી નો અંદર નો કલર એક્દમ લીલો થાય. |
Very nice
Similar Posts
Popular Posts
Have something to add? Share it in the comments.