ઢેખરા રેસીપી

How to make ઢેખરા ?
ઢેખરા નામ સાંભળતા જ નવીનતા લાગે કે આ કેવી વાનગી હશે? ઢેખરા એ દક્ષિણ ગુજરાત ની વાનગી છે અને નવાઈ ની વાત તો એ છે કોઈ પણ લારી કે સ્ટ્રીટ ફૂડ માં આ વાનગી વેચાતી જોવા પણ નથી મળતી. ઢેખરા એ પીકનીક માં લઇ જવા માટે અથવા તો ઘરે કિટ્ટી પાર્ટી હોય ત્યારે ચા જોડે સર્વ કરવા નો બેસ્ટ નાસ્તો છે, તો જાણો કેવી રીતે બને છે આ સ્વાદિષ્ટ ઢેખરા
Preparation Time: ૧૦ મિનિટ |
Cooking Time: |
Serve: ૪ |
Ingredients for ઢેખરા રેસીપી
# | Ingredients |
---|---|
1. | એક કપ લીલા તુવેર ના દાણા, |
2. | 3 કપ ચોખનો લોટ, |
3. | 2 ટેબલ સ્પૂન તેલ, |
4. | નમક, |
5. | હળદર, |
6. | 2 ટી સ્પૂન આદુ મરચાની પેસ્ટ, |
7. | 3 ટેબલ સ્પૂન ગોળ, |
8. | 3 કપ પાણી, |
9. | 2 ટી સ્પૂન તલ, |
10. | તળવા માટે તેલ. |
Steps of ઢેખરા રેસીપી
# | Steps |
---|---|
1. | તુવેરના દાણા ને કૂકર માં બાફી લો, |
2. | એક તપેલીમાં પાણી ગરમ કરી તેમાં બધા મસાલા નાખી ઉકાળો, |
3. | બાફેલા તુવેર ના દાણા પણ નાખો, |
4. | લોટ માં તેલનું મોણ નાખી, ઉકળતા પાણીમાં મિક્સ કરીલો, |
5. | એક થાળી માં તેલ ચોપડી ને તેમાં લોટ કાઢી, |
6. | પછી ઢોકળીયા માં થાળી મૂકી 10 મિનિટ બાફી લો, |
7. | પછી સહેજ ઠંડુ પડે એટલે પેંડા જેવા ગોળ વાળી ગરમ તેલમાં બ્રાઉન રંગના તળી લો.... |
Similar Posts
Popular Posts
Have something to add? Share it in the comments.