આલુ કરી રેસીપી

How to make આલુ કરી ?
આલૂ એટલે કે બટાકા બધા ને જ ભાવે. એનું શાક હોય એટલે કોઈ ખાવાની ના પડે જ નહિ. બટાકા ના શાક તો અલગ અલગ જાત ના બનતા જ હોય પણ અહીંયા હું એક નવી જ રેસીપી લઇ ને આવી છું આલૂ કરી. આ આલૂ કરી ભાત જોડે ખાવા માં આવે છે. ખાલી ભાત અને આલૂ કરી, જોડે દાળ ની જરૂર નથી પડતી. પણ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. તમે પણ એક વાર જરૂર બનાવજો આ આલૂ કરી. તો આજે જ જાણી લો આલૂ કરી બનાવાની રેસીપી.
Preparation Time: ૫ મિનિટ |
Cooking Time: |
Serve: ૪ |
Ingredients for આલુ કરી રેસીપી
# | Ingredients |
---|---|
1. | ૪ મોટા બટાકા, બાફેલા |
2. | ૨ ચમચી તેલ |
3. | ૪ લીલા મરચા (સ્વાદ અનુસાર લેવા) |
4. | ૧/૨ ચમચી જીરું |
5. | ચપટી હિંગ |
6. | ૪ ચમચી લીલી કોથમીર, સમારેલી |
7. | મીઠું સ્વાદ અનુસાર |
Steps of આલુ કરી રેસીપી
# | Steps |
---|---|
1. | બાફેલા બટાકા ની છાલ ઉતારીને સમારી લેવા |
2. | એક મિક્ષર જાર માં લીલા મરચા અને અડધો કપ પાણી મિક્ષ કરી ને પીસી લેવું |
3. | એક કડાઈ માં તેલ ગરમ કરો અને તેમાં જીરું ઉમેરો |
4. | જીરું ફૂટી જાય એટલે તેમાં હિંગ અને બાફેલા બટાકા મિક્ષ કરો |
5. | હવે તેમાં પીસેલી લીલા મરચા ની પેસ્ટ, મીઠું અને ૩ કપ પાણી ઉમેરો અને ઉકળે ત્યાં સુધી રાહ જોવો |
6. | થોડું ઉકળી જાય એટલે ચમચા વડે થોડા બટાકા ને છૂંદી લેવા જેથી કરી થોડી ઘટ્ટ થઇ જાય |
7. | હવે ૫ મિનિટ સુધી તેને ઉકળવા દો |
8. | પછી તેમાં કોથમીર મિક્ષ કરો અને ગેસ બંધ કરી દો |
9. | આ આલુ કરી ને ભાત જોડે પીરસવા માં આવે છે |
Similar Posts
Popular Posts
Have something to add? Share it in the comments.