# |
Steps |
1. |
એક વાસણ માં બટાકા લઇ એને મસળો. |
2. |
હવે એમાં લીલા વટાણા, ખાંડ, આમચૂર પાવડર, ગરમ મસાલો, લીલા ધાણા, લીલા મરચાં અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો. |
3. |
આ મિશ્રણ ના એક સરખા ભાગ કરી એને લંબગોળ આકાર આપો. |
4. |
હવે એક પહોળા વાસણ માં ૨ કપ જેટલું પાણી લઇ એમાં મીઠું ઉમેરી મિશ્રણ તૈયાર કરો. |
5. |
બધી બ્રેડ સ્લાઈસ ની કિન્નારી કાપી નાખો. |
6. |
હવે એક બ્રેડ સ્લાઈસ લઇ એને પાણી માં ડુબાડો અને પછી એ સ્લાઈસ ને બે હાથ વચ્ચે દબાવી બધું પાણી નીચવી લો. |
7. |
એના પર બટાકા નો લંબગોળ રોલ મુકો અને બધી બાજુ હાથ વડે દબાવી ને બંધ કરી દો. |
8. |
આજ રીતે બધા રોલ તૈયાર કરો. |
9. |
હવે કડાઈ માં તેલ ગરમ કરવા મુકો અને તેલ ગરમ થાય એટલે એને આછા ગોલ્ડન કલર ના તળી લો. |
10. |
ગરમ ગરમ ચટણી સાથે પીરસો. |
Have something to add? Share it in the comments.