પનીર ભુરજી સેન્ડવિચ રેસીપી

How to make પનીર ભુરજી સેન્ડવિચ ?
સેન્ડવિચ નાના થી લઇ ને મોટા બધા ને ભાવતી જ હોય. પણ ઘણી વાર એક ની એક સેન્ડવિચ ખાઈ ને કંટાળી ગયા હોઈ એ એટલે જો નવી નવી સેન્ડવિચ બનાવા મળે તો મજા આવી જાય. તો આજે હું પનીર ભુરજી સેન્ડવિચ રેસીપી લઇ ને આવી છું. આજે જ ઘરે બનાવો આ પનીર ભુરજી સેન્ડવિચ.
Ingredients for પનીર ભુરજી સેન્ડવિચ રેસીપી
# | Ingredients |
---|---|
1. | 8 બ્રાઉન બ્રેડ અથવા સફેદ બ્રેડ સ્લાઈસ |
2. | 1 કપ પ્રોસેસ ચીઝ, ખમણેલું |
3. | 100 ગ્રામ પનીર, નાના ચોરસ ટુકડા માં કાપેલું |
4. | 1 મધ્યમ ડુંગળી, સમારેલી |
5. | 1 મધ્યમ ટામેટું , સમારેલું |
6. | 4 - 5 કળી લસણ, જીણું સમારેલું |
7. | ૨ લીલા મારચા, સમારેલા |
8. | ૧/૪ ચમચી આખું જીરું |
9. | ૧/૪ ચમચી હળદર પાવડર |
10. | ૧/૪ ચમચી લાલ મરચું પાવડર |
11. | ૪ ચમચી કોથમીર , સમારેલી |
12. | ૨ ચમચી ક્રીમ |
13. | શેકવા માટે બટર અથવા તેલ |
14. | મીઠું સ્વાદ અનુસાર |
15. | મીઠું સ્વાદ અનુસાર |
Steps of પનીર ભુરજી સેન્ડવિચ રેસીપી
# | Steps |
---|---|
1. | એક કડાઈ મેં એક ચમચી તેલ ગરમ કરો. તેલ ગરમ થઇ જાય એટલે એમાં લસણ અને ડુંગળી નાખી ને સાંતળો. |
2. | ડુંગળી આછો ગુલાબી કલર થાય ત્યાં સુધી સાંતળવી. પછી એમાં હળદર, લાલ મરચું, લીલું મરચું, મીઠું ઉમેરી ને હલાવો. |
3. | હવે એમાં ટામેટા ઉમેરો અને ૩ મિનિટ સુધી ચડવા દો. |
4. | ટામેટા બરાબર ચડી જાય એટલે એમાં પનીર ના ટુકડા અને ક્રીમ મીક્સ કરો અને ગેસ બંધ કરી દો. |
5. | આ પનીર નો મસાલો ઠંડો થાય ત્યાં સુધી રાહ જોવી. |
6. | ઠંડો થઇ જાય એટલે એમાં ચીઝ અને કોથમીર ઉમેરો અને બરાબર મીક્સ કરો. |
7. | હવે બ્રેડ સ્લાઈસ લો. એના પર આ મસાલો પાથરો. બીજી એક કોરી બ્રેડ ને આ બ્રેડ ઉપર મૂકી ને બંધ કરી દો. |
8. | આ તૈયાર કરેલી બ્રેડ ને સેન્ડવિચ મેકર અથવા તો તવા પર બટર/તેલ થી સેકો. |
9. | તૈયાર છે પનીર ભુરજી સેન્ડવિચ. |
Similar Posts
Popular Posts
Have something to add? Share it in the comments.