Om Bla Bla
Om Bla Bla

આ ઉપચાર દ્વારા કોઈ પણ પ્રકાર ની ઉધરસ થી તરતજ રાહત મેળવો

જાણો, કયા ઘરેલૂ નુસ્ખા તમને વગર કોઇ સાઇડ ઇફેક્ટ સુકી ખાંસીથી છૂટકારો અપાવશેવાતાવરણમાં ફેરફાર થવાથી સુકી ખાંસી થવાની સમસ્યા ઘણી સામાન્ય વાત છે. ખાણી-પીણીમાં થોડીક બેદરકારી દાખવી અથવા શરદી-ગરમીની અસર થઇ તો ખાંસી થવાની શક્યતા વધી જાય છે. જાણો, કેટલાક એવા સરળ ઘરેલૂ નુસ્ખા વિશે જે તમને સુકી ખાંસીથી છૂટકારો અપાવવામાં મદદ કરે છે.સુકી ખાંસી દરમિયાન ગળામાંથી કફ નથી નીકળતા. પરંતુ ગળુ સુકાવાના અનુભવ સાથે ખાંસીની શરૂઆત થાય છે અને ગળામાં તીવ્ર બળતરા અને બેચેની થવા લાગે છે. સુકી ખાંસીની સમસ્યા સૌથી વધારે રાતના સમયે પરેશાન કરે છે. કારણ કે શ્વાસની નળીમાં અને ગળામાં સોજાના કારણે સૂતા સમયે શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. આ દરમિયાન ગળામાં ડ્રાયનેસ પણ વધી જાય છે. તેનાથી વારંવાર તીવ્ર ખાંસી આવવા લાગે છે.

સુકી ખાંસીથી રાહત મળશે

– બે ચમચી મધમાં નાની ચમચીથી અડધી ચમચી મુલેઠી ચૂર્ણ મિક્સ કરીને ધીમે-ધીમે ચાટીને ખાઓ. તેનાથી તરત રાહત મળશે.
– ખાંસીની સમસ્યા ખૂબ જ વધારે થવા પર તમે દિવસમાં ત્રણ વાર મધ અને મુલેઠીનું સેવન કરી શકો છો. પરંતુ તેનાથી પહેલા કંઇક ખાઇ લેવું જોઇએ. એટલે કે આ વિધિને જમ્યા
બાદ અજમાવો તો વધારે યોગ્ય રહેશે. ખાલી પેટ મુલેઠીથી કેટલાક લોકોને પરેશાની થઇ શકે છે.

(1)હળદર અને આદુનું દૂધ:-
એક ગ્લાસ દૂધ ગરમ કરો. જ્યારે દૂધ સરખી રીતે ગરમ થઇ જાય ત્યારે તેમાં આદુને છીણીને નાંખો અને ગોળને દૂધમાં મિક્સ કરી લો. ગોળ મિક્સ કર્યા બાદ તેમાં હળદર પાઉડર નાંખો અને દૂધને ગાળીને તરત જ ઘૂંટડે-ઘૂંટડે પી જાઓ. આ દૂધ તમને સુકી ખાંસીથી રાહત અપાવવા માટેનું કામ કરશે.
– સુકી ખાંસીથી રાહત મેળવવા માટે તમે મધની સાથે મુલેઠી લીધા બાદ અથવા હળદર અને આદુનું દૂધ પીધા બાદ પોતાના ગળા અને છાતી પર બામ લગાવીને 20થી 30 મિનિટ
માટે ચાદર ઓઢીને સૂઇ જાઓ. તેનાથી ખાંસીના કારણે છાતી પર થતાં દુખાવામાંથી રાહત મળશે.

(2)નારિયેળ તેલ:-
આયુર્વેદ અનુસાર ખાંસીમાં નારિયેળ તેલમાં નીલગીરીનું તેલ મિક્સ કરીને છાતીની માલિશ કરો. ગરમ પાણીમાં નીલગીરીના તેલના ટીપાં મિક્સ કરો અને નાસ લો. તેનાથી છાતી હલકી થશે અને શ્વાસ લેવામાં સરળતા રહેશે.

(3)મીઠાનું પાણી પણ રહેશે લાભદાયી:-
જો તમે સૂકી ખાંસીથી પરેશાન છો તો મીઠાના પાણીના કોગળા કરવાથી રાહત મળશે. સાથે ગળાને પણ આરામ મળશે. મીઠાના પાણીના કોગળા કરવાથી ફેફસામાં જમા થયેલો કફ પણ ઘટે છે. તમે હૂંફાળા પાણીમાં પા ભાગનું મીઠું મિક્સ કરો અને દિવસમાં શક્ય તેટલી વાર કોગળા કરો.

(4)આદુનો આ રીતે કરી લો ઉપયોગ:-
સીઝનલ ખાંસીથી રાહત મેળવવા માટે આદુ કારગર છે. આ અનેક ઔષધિય ગુણોથી ભરપૂર છે. કાળા મરી અને આદુની ચા પીવાથી ખાંસીથી રાહત મળે છે. તો તેનું નિયમિત સેવન કરો તે લાભદાયી છે.

About Author

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



Similar Posts
Popular Posts