Om Bla Bla
Om Bla Bla

આખી રાય થી આથેલાં ગાજર

aathela-gajar
All

How to make આખી રાય થી આથેલાં ગાજર ?

રોજ જમવા જોડે અથાણું કે સંભારો હોય તો જમવા માં માજા આવે. અહીંયા ગાજર માંથી બનાવેલું ઇન્સ્ટન્ટ અથાણું બનાવ્યું છે. ગાજર ને અહીં બતાવ્યા રીતે આથી દેવાના, જે ૧૫- ૨૦ દિવસ સુધી સારા રહે છે. ગાજર નું અથાણું આખી રાય થી બનાવ્યું છે. જે સ્વાદ માં બહુ જ સરસ લાગે છે. તમે એક વાર જરૂર થી બનાવજો આ આથેલાં ગાજર. તો આજે જ જાણી લો ગાજર નું રાય વાળું અથાણું બનાવની રીત.
Preparation Time: ૨૦ મિનિટ

Ingredients for આખી રાય થી આથેલાં ગાજર

# Ingredients
1. ૫૦૦ ગ્રામ ગાજર (દેશી ગાજર હોય તો વધુ સારું)
2. ૧/૪ કપ આખી રાય
3. ૧ ચમચી લીંબુ નો રસ
4. ૧/૪ ચમચી હળદર
5. ૨ ચમચી તેલ
6. મીઠું સ્વાદ અનુસાર

Steps of આખી રાય થી આથેલાં ગાજર

# Steps
1. ગાજર ને ધોઈ ને તેની છાલ ઉતારી દો
2. હવે ગાજર ના ૧ ઇંચ જેટલા લાંબા ટુકડા કરી લો
3. એક વાસણ માં ગાજર માં પૂરતું મીઠું નાખી ને ૨ -૩ કલાક માટે રેવા દો
4. આખી રાય ને ખંડણી માં અધકચરી ખાંડી લો
5. હવે ગાજર માંથી બધું મીઠા વાળું પાણી કાઢી લો.
6. પછી અધકચરી ખાંડેલી રાય, લીંબુ નો રસ, હળદર, તેલ બધું ગાજર માં મિક્ષ કરો.
7. ગાજર ને હવાચુસ્ત ડબ્બા માં ભરી લો.
8. આ ગાજર નું અથાણું ૧૫-૨૦ દિવસ સારું રહે છે તેને ફ્રિજ માં રાખવું.

About Author of આખી રાય થી આથેલાં ગાજર

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



Similar Posts
Popular Posts