Om Bla Bla
Om Bla Bla

પાલક ની પુરી

palak-ni-puri
All

How to make પાલક ની પુરી ?

પાલક માં આયર્ન બહુ જ હોય છે પણ ઘર માં બાળકો ને પાલક ખાવી ગમતી નથી. પાલક માંથી કંઈક નવું નવું બનાવી એ તો જરૂર થી ખાય એ લોકો. તો આજે મેં પાલક નો ઉપયોગ કરી ને પાલક પુરી બનાવી છે. જે બાળકો ને બહુ જ ભાવશે અને સાથે ઘર ના બધા ને પણ બહુ મજા આવશે. તો આજે જ ઘરે બનાવો આ પાલક પુરી.

Ingredients for પાલક ની પુરી

# Ingredients
1. ૨૦૦ ગ્રામ પાલક
2. ૧ લીલું મરચું
3. ૨૫૦ ગ્રામ ઘઉં નો લોટ
4. ૧ ચમચી તેલ
5. મીઠું સ્વાદ અનુસાર

Steps of પાલક ની પુરી

# Steps
1. પાલક ને બરાબર ધોઈ લેવી
2. એક વાસણ માં પાણી ગરમ કરવા મુકો
3. પાણી ગરમ થઇ જાય એટલે તેમાં પાલક અને લીલું મરચું નાખો અને અડધી મિનિટ માટે ઉકળવા દો
4. અડધી મિનિટ પછી પાલક ને ગરમ પાણી માંથી કાઢી ને ઠંડા પાણી માં નાખવી એટલે વધારે ચડતી બંધ થઇ જાય
5. પછી પાલક માંથી બધું પાણી કાઢી લો અને તેને મિક્સર માં પીસી લો
6. એક વાસણ માં ઘઉં નો લોટ, મીઠું સ્વાદ પ્રમાણે, ૧ ચમચી તેલ અને પીસેલી પાલક મિક્સ કરો અને પુરી જેવો થોડો કઠણ લોટ બાંધી લો
7. આ લોટ ને ૧૦ મિનિટ ઢાંકી ને મૂકી દો
8. ૧૦ મિનિટ પછી લોટ ને મસળી લો
9. હવે એક કડાઈ માં તેલ ગરમ કરવા માટે મુકો, તેલ ગરમ થઇ જાય એટલે પાલક ના લોટ માંથી પુરી વાણી ને આછા સોનેરી રંગ ની તળી લેવી
10. તો તૈયાર છે પાલક પુરી

About Author of પાલક ની પુરી

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



Similar Posts
Popular Posts