Om Bla Bla
Om Bla Bla

મકાઈ પનીરનું શાક રેસિપી

All

How to make મકાઈ પનીરનું શાક ?

Ingredients for મકાઈ પનીરનું શાક રેસિપી

# Ingredients
1. એક કપ મકાઈના દાણા,
2. 3 ટામેટાં,
3. 3 ડુંગળી,
4. 7_8 કળી લસણ,
5. 1 ઇંચ આદુ નો ટુકડો,
6. ¼ કપ કાજુ,
7. 3 ટેબલ સ્પૂન મગજતરી,
8. એક નાનું કેપ્સીકમ ઝીણું સમારેલું,
9. 1 ઇંચ તજ, 4 લવિંગ, 3 આખા લાલ મરચાં,
10. 2 ટી સ્પૂન લાલ મરચું,
11. ½ ટી સ્પૂન ગરમ મસાલો,
12. હળદર,
13. મીઠું,
14. 1 ટેબલ સ્પૂન ધાણાજીરું,
15. હિંગ,
16. 2 ટેબલ સ્પૂન તેલ,
17. 1 ટેબલ સ્પૂન ઘી.

Steps of મકાઈ પનીરનું શાક રેસિપી

# Steps
1. મકાઈના દાણાને 5 મિનિટ પાણીમાં ઉકાળી લો,
2. ડુંગળી,લસણ, અને આદુ ની પેસ્ટ બનાવો, ટામેટાની પણ પેસ્ટ બનાવીને રાખો,
3. કાજુ, મગજતરિ, તજ, લવિંગ, આખા લાલ મરચાં ને પણ વાટી લો,
4. એક વાસણમાં તેલ અને ઘી ગરમ કરી તેમાં હિંગ નાખી, કાજુ વાળી પેસ્ટ અને કેપ્સીકમ નાખો
5. થોડું સાંતળો, હવે બાકીના મસાલા નાખી ને હલાવો અને ડુંગળી વાળી પેસ્ટ નાખી, હલાવતા રહો,
6. તેલ છૂટું પડે એટલે ટામેટાં વાળી પેસ્ટ નાખી ને સાંતળો, 1 કપ પાણી નાખો,
7. થોડું તેલ ઉપર આવે એટલે મકાઈના દાણા નાખી મિક્સ કરી લો,5 મિનિટ ચડવા દો,
8. હવે પનીર નાખી ઉપર ચીઝ નાખી ને પીરસો
9. ભાખરી, નાન, રોટલી કે પરાઠા સાથે સરસ લાગે...

About Author of મકાઈ પનીરનું શાક રેસિપી

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



Similar Posts
Popular Posts