Om Bla Bla
Om Bla Bla

કુંભાણીયા ભજીયા રેસીપી

kumbhaniya-bhajiya
All

How to make કુંભાણીયા ભજીયા ?

ભજીયા એ ગુજરાતીઓનું નું પ્રિય ભોજન કહેવાય. એમ તો અલગ અલગ જાત ના બહુ ભજીયા બને પણ સુરત ના કુમ્ભણીયા ભજીયા બહુ પ્રખ્યાત. આ ભજીયા ની શરૂઆત કુંભણ ગામ માં થઇ હતી. ત્યાં આવા ભજીયા બનતા હતા એટલે એનું નામ કુમ્ભણીયા ભજીયા પડ્યું. તમે પણ ક્યારેક સુરત માં આ ભજીયા ખાધા જ હશે ને ભાવ્યા જ હશે. તો ફટાફટ જાણી લો આ કુમ્ભણીયા ભજીયા ની રેસીપી.

Ingredients for કુંભાણીયા ભજીયા રેસીપી

# Ingredients
1. ૧ કપ લીલી કોથમીર, સમારેલી
2. ૧/૨ કપ લીલું લસણ, સમારેલું (લીલું ના હોય તો સૂકું પણ ચાલે)
3. ૧/૨ ચમચી આદુ, સમારેલું
4. ૧/૨ કપ ભાવનગરી લીલા મરચા, સમારેલા
5. ૧/૨ કપ ચણા નો લોટ
6. ૧/૨ ચમચી લીંબુ નો રસ
7. મીઠું સ્વાદ અનુસાર

Steps of કુંભાણીયા ભજીયા રેસીપી

# Steps
1. એક વાસણ માં લીલી કોથમીર, લસણ, આદુ, મરચા, ચણા નો લોટ, લીંબુ અને મીઠું મિક્ષ કરો
2. હવે તેમાં પૂરતું પાણી(૨-૩ ચમચી) ઉમેરીને થોડું કઠણ ખીરું તૈયાર કરો
3. હવે કડાઈ માં તેલ ગરમ કરવા મુકો
4. તેલ ગરમ થઇ જાય એટલે તેમાં છુટા છુટા ઝીણે ઝીણા ભજીયા પાડો (ખીરું હાથમાં લઇ ને આંગળીઓ પર અંગુઠો ફેરવવા થી છુટા ઝીણા ભજીયા પડશે)
5. ભજીયા તળાય જાય એટલે તેલ માંથી કાઢી લો
6. ભજીયા પર ઈચ્છા હોય તો ચાટ મસાલો ભભરાવી શકો છો
7. ભજીયા ને ગરમ ગરમ સર્વ કરો

About Author of કુંભાણીયા ભજીયા રેસીપી

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



Similar Posts
Popular Posts