Om Bla Bla
Om Bla Bla

કાકડી નું રાયતુ રેસીપી

kakdi-nu-raitu
All

How to make કાકડી નું રાયતુ ?

દહીં એ બહુ જ પૌષ્ટિક આહાર છે. રોજ જમવા માં એક વાટકી દહીં તો લેવું જ જોઈ એ. હા એકલું એકલું દહીં ખાવું એ બહુ મજા ના આવે. પણ જો એમાં થી રાઇતું બનાવી ને ખાવા માં આવે તો મજા જ આવી જાય. તો અહીંયા એવું જ એક કાકડી રાઇતું બનાવ્યું છે. રાઇતું પુલાવ, ખીચડી કે બિરયાની જોડે ખાવાની બહુ જ મજા આવે છે. વળી કાકડી રાઇતું બની પણ ફટાફટ જાય છે એટલે બહુ મેહનત પણ નથી કરવી પડતી. તો શીખી લો કાકડી રાઇતું બનાવાની રીત.
Preparation Time: ૫ મિનિટ
Serve:

Ingredients for કાકડી નું રાયતુ રેસીપી

# Ingredients
1. ૨ કાકડી
2. ૧ કપ દહીં (ઠંડુ)
3. ૧/૨ ચમચી શેકેલું જીરું પાઉડર
4. ૧ લીલું મરચું, સમારેલું
5. ૧/૨ ચમચી સંચળ
6. ૧ ચમચી લીલી કોથમીર, સમારેલી

Steps of કાકડી નું રાયતુ રેસીપી

# Steps
1. દહીં ને બરાબર હલાવી લો જેથી તે એક રસ થઇ જાય.
2. હવે કાકડી ને છોલી ને છીણી લો
3. એક વાસણ માં દહીં, કાકડી, જીરું, લીલું મરચું, સંચળ, કોથમીર મિક્ષ કરો
4. તૈયાર છે કાકડી નું રાયતુ

About Author of કાકડી નું રાયતુ રેસીપી

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



Similar Posts
Popular Posts