Om Bla Bla
Om Bla Bla

ફાલસા નો શરબત રેસિપી

falsa-sarbat
All

How to make ફાલસા નો શરબત ?

ઉનાળા માં ફાલસા બહુ આવે. ફાલસા વધારે પ્રમાણ માં અમદાવાદ જિલ્લા માં થાય. પહેલા તો ફાલસા વધારે પ્રમાણ માં વેચાતા હતા પણ હવે અત્યારે તો બહુ ઓછા પ્રમાણ માં ફાલસા આવે છે. મળી જરૂર જાય. ફાલસા શરીર ને ખુબ ઠંડક પ્રદાન કરે છે એટલે ઉનાળા માં ફાલસા તો ખાવા જ જોઈ એ. ફાલસા નો સ્વાદ પણ બહુ સરસ ખાટો મીઠો હોય છે. એટલે ફાલસા પર મસાલો નાખી ને કે મીઠું નાખી ને ખાવા માં આવે છે. જો એ ફાલસા નો શરબત બનાવી ને પીવા માં આવે તો પણ એ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. એનો સ્વાદ પણ ખાટો મીઠો હોય છે. મને અને અમારા ઘર માં તો બધા ને બહુ જ ભાવે છે આ ફાલસા નો શરબત. જ્યાં સુધી ફાલસા મળતા હોય ત્યાં સુધી એનો શરબત બનાવી ને પી લેવો જોઈએ. આજે જ ઘર ના બધા ને બનાવી ને પીવડાવો આ ફાલસા નો શરબત. તો શીખી લો ફાલસા નો શરબત બનાવની રીત.
Preparation Time: ૧૫ મિનિટ
Serve:

Ingredients for ફાલસા નો શરબત રેસિપી

# Ingredients
1. ૨૫૦ ગ્રામ ફાલસા
2. ૧/૨ કપ ખાંડ અથવા સ્વાદ અનુસાર
3. ૧/૨ ચમચી સંચરળ
4. ૭-૮ બરફ ના ટુકડા

Steps of ફાલસા નો શરબત રેસિપી

# Steps
1. ફાલસા ને બરાબર ધોઈ લો અને એક વાસણ માં રાખો
2. હવે એક મિક્સર જાર માં ફાલસા, ખાંડ અને ૧ કપ પાણી નાખી ને પીસી લો
3. હવે આ ફાલસા ના શરબત ને ગરણી વડે ગાળી લો
4. હવે ગાળેલા શરબત માં સંચરળ પાઉડર અને બરફ ના ટુકડા મિક્સ કરો
5. ઠંડો ઠંડો ફાલસા નો શરબત સર્વ કરો

About Author of ફાલસા નો શરબત રેસિપી

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



Similar Posts
Popular Posts