ટેન્ડર કોકોનટ રબડી

Alka Joshi

રેસીપી

બનાવવા ની રીત:

રબડી નુ નામ લેતા જ મોઢા મા પાણી આવી ગયું ને?  રબડી એક એવુ ડેઝૅટ છે કે જે નાના મોટા દરેક વ્યક્તિ ને પસંદ હોય જ છે, તમે અલગ અલગ પ્રકારની રબડી બનાવતા જ હશો, આજ હું એક નેચરલ ફલેવર ની રબડી ની રેસીપી લાવી છું જેનુ નામ છે ટેન્ડર કોકોનટ રબડી .. આપણે નાળિયેર પાણી પીએ ત્યારે તેમા જે તાજી મલાઈ નીકળે છે તેને ટેન્ડર કોકોનટ કહેવામાં આવે છે,ટેન્ડર કોકોનટ સ્વાદ મા ખુબ સરસ હોય છે, એમાય તેને જો રબડી સાથે મિકસ કરવા મા આવે તો એ રબડી નો સ્વાદ અપ્રતિમ લાગે છે તો ચાલો નોંધી લો સામગ્રી અને બનાવો તમે પણ આ નેચરલ ટેન્ડર કોકોનટ રબડી, રેસીપી સ્ટેપ બાય સ્ટેપ જોવા માટે આપેલી વીડિયો ની લિંક કલીક કરો, તમને મારો વીડિયો પસંદ આવે તો તમારા ફ્રેનડસ સાથે શેર કરજો અને મારી ચેનલ સસક્રાઈબ જરૂર કરજો.

તૈયારીનો સમય:10 મિનીટ

બનાવવા નો સમય:15 થી 20 મિનીટ

વ્યક્તિ માટે:3

ટેન્ડર કોકોનટ રબડી બનાવવાની સામગ્રી:

ટેન્ડર કોકોનટ રબડી બનાવવા ના સ્ટેપ:

સૌ પ્રથમ દુધ ઉકળવા મૂકો અને તેમામિલ્ક પાવડર મિક્સ કરી લો

તેમા પાવડર ના ગાંઠા ના પડે તે માટે સતત હલાવતાં રહેવુ

દુધ ઉકળવા લાગે અને એકદમ ઘટ્ટ થઈ જાય એટલે તેમા ખાંડ નાંખી ને 2-3 મિનિટ સુધી ઉકાળવુ

ત્યાર બાદ તેને ઠંડુ કરવા માટે ફ્રિજ મા મુકી દો

તે દરમિયાન નાળિયેર ની મલાઈ ને ક્રશ કરી લો

તેને ઠંડી કરેલી રબડી મા મિકસ કરી લો

હવે આ કોકોનટ રબડી ને નાળિયેર મા ભરી લો અને 1 કલાક માટે ફરી એકવાર ફ્રિજ મા મુકી દો

તેના પર તમારા પસંદગી મુજબ ના ડ્રાઈફ્રુટ ભભરાવો અને ઠંડી ઠંડી ટેન્ડર કોકોનટ રબડી પીરસી દો

ટેન્ડર કોકોનટ રબડી નો વિડિઓ: