Om Bla Bla
Om Bla Bla

સોજી નો હલવો રેસીપી

All

How to make સોજી નો હલવો ?

સૂજી નો હલવો એ આખા ભારત માં બહુ જ પ્રખ્યાત સ્વીટ ડીશ છે. આ સૂજી ને હલવો મોટા ભાગે તહેવાર અને પૂજા માં બનાવ માં આવે છે. એમાં સત્ય નારાયણ ની કથા માં તો ખાસ કરી ને આ સૂજી નો હલવો હોય છે, જે સ્વાદ માં બહુ જ સરસ લાગે છે. અલગ અલગ જગ્યા એ અલગ અલગ રીતે ઓળખાય છે આ સૂજી નો હલવો. ઘણી જગ્યા એ રવા કેસરી કહે છે તો ઘણી જગ્યા એ રવા નો શિરો. પણ બધા માં રીત તો એક જ હોય છે. આ સૂજી નો શિરો ફટાફટ બની જાય છે. તો આજે જ જાણી લો આ સ્વાદિષ્ટ સૂજી હલવા ની રેસીપી
Preparation Time: ૧૫ મિનિટ
Cooking Time:
Serve:

Ingredients for સોજી નો હલવો રેસીપી

# Ingredients
1. ૧ કપ સોજી
2. ૪ ચમચી ઘી
3. ૩ કપ દૂધ
4. ૪ ચમચી ખાંડ અથવા સ્વાદ અનુસાર
5. ૧/૨ ચમચી એલચી પાઉડર
6. ૨ ચમચી કાજુ બદામ ની કતરણ
7. ૧૦-૧૨ સૂકી દ્રાક્ષ

Steps of સોજી નો હલવો રેસીપી

# Steps
1. એક કડાઈ માં ઘી ગરમ કરો અને તેમાં સોજી ઉમેરો
2. સોજી ને આછા સોનેરી રંગ ની શેકો
3. સોજી શેકાય જાય એટલે તેમાં ગરમ દૂધ ઉમેરો અને બરાબર હલાવો
4. જ્યાં સુધી બધું દૂધ બળી ના જાય ત્યાં સુધી તેને હલાવતા રહો
5. પછી તેમાં ખાંડ અને એલચી પાઉડર ઉમેરો અને બરાબર હલાવો
6. ખાંડ બધી બળી જાય અને હલવા માંથી ઘી છૂટું પડે એટલે તેમાં કાજુ બદામ ની કતરણ અને દ્રાક્ષ મિક્સ કરો
7. ગેસ બંધ કરી દો અને અલગ વાસણ માં કાઢી લો

About Author of સોજી નો હલવો રેસીપી

Have something to add? Share it in the comments.

Your email address will not be published. Required fields are marked *



  • INDRAVADAN SHAH says:

    Very nice receipt of soji no HALVO

  • Similar Posts
    Popular Posts